અફઘાનિસ્તાન : તાલીબાનના હુમલામાં ૩૩ પોલીસના મોત

હુમલો કરવા આવેલ ચાર શખ્સોને સુરક્ષાદળોએ ઠાર કર્યા : તાલિબાને આતંકી હુમલાની જવાબદારી સ્વિકારી
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 14:00:35 +0530 | UPDATED: Wed, 16 May 2018 14:00:35 +0530

ફરાહ શહેરના પોલીસ હેડક્વોર્ટર પર હુમલો

અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતની રાજધાની ફરાહ શહેરમાં તાલિબાનના આતંકવાદીઓએ  હુમલો કર્યો હતો. ઓ હુમલામાં મોટી સંખ્યામાં સુરક્ષાદળના જવાનો ઘાયલ થયા છે. તેમજ કેટલાક જવાનોનાં મોત પણ થયા છે. ફરાહ પ્રાંત પરિષદનાં પ્રમુખ ફરીદ બખ્તાવરે જણાવ્યુ હતુ કે તાલિબાન લડાકુઓએ એક સાથે અલગ અલગ સુરક્ષા એજન્સિઓની ચોકીઓ પર હુમલો કર્યો હતો. તેમણે ઉમેર્યુ હતુ કે આ હુમલામાં સુરક્ષા દળોના ૩૩ જવાનોના મોત થયા છે. ફરાંહ પ્રાંતના સાંસદ મોહમ્મદ સરવર ઉસ્માનીએ પણ આ હમલો તાલિબાનના આતંકવાદીઓએ કર્યો હોવાની પુષ્ટી કરી છે.

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે પણ ઓ હુમલાની જવાબદારી સ્વિકારી છે. તેમણે જણાવ્યુ હતુ કે લડાકુઓએ અલગ અલગ દિશામાંથી હુમલો કરીને સુરક્ષા દળોની ચોકીઓની નિશાન બનાવી હતી. હુમલો કરનાર ચાર આતંકીઓને પણ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમા ઠાર કર્યા છે. તેમજ ઘટના સ્થળે સુરક્ષા દળોએ પરિસ્થીતી પર કાબુ મેળવી લીધો છે.

પ્રાંતીય પોલીસના પ્રમુખ જનરલ અબ્દુલ રાજિકે જણાવ્યુ હતુ કે હુમલો સ્પિન બોલ્ડક જિલ્લામા થયો હતો. હુમલો કરનાર વ્યક્તિએ પોલીસ હેડક્વોર્ટરમાં પ્રવેશ કરીને બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ત્યાર બાદ હથિયારધારી શખ્સોએ આડેધડ ફાયરિંગ કર્યુ હતુ.  આ પહેલા ગત ૭મી માર્ચના રોજ અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં જિલ્લા પોલીસ હેડક્વોર્ટર પર તાલિબાનના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી સહીત પાંચ જવાનોના મોત થયા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.