તૈમુર મોટો થઈ અક્ષય કરતા મોટો સ્ટાર બનશે : કરીના

અભિનય અમારા પરિવારના લોહીમાં છે બાળક સમજણુ થાય ત્યારથી જ અભિનય ચટકા મારવા લાગે છે
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 16:13:17 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 16:13:45 +0530

કરીનાએ કરી સ્પષ્ટતા તૈમુર બનશે અભિનેતા

કરીના કપુરે પોતાના પુત્ર તૈમુરના ભવિષ્ય અંગે ખુલીને વાત કરી હતી. આ સાથે જ કરીનાએ સ્પષ્ટ કર્યુ છે કે તેનો પુત્ર મોટો થઈને ફિલ્મ અભિનેતા બનશે. તેમજ કરીના કપુરે અક્ષય કુમારને ચેલેન્જ કરતા જણાવ્યુ હતું કે અક્ષય હું તમને અત્યારથી જણાવી દઉ છું કે તૈમુર તમારા પર ભારે પડવાનો છે. જો તૈમુરની કોઈ ફિલ્મ અક્ષય કુમાર સાથે રીલીઝ થઈ તો મારા પુત્રની ફિલ્મ અક્ષય કરતા વધુ કમાણી કરશે.

કરીનાએ જણાવ્યુ હતું કે, લોકો અત્યારે એ નક્કી નથી કરી શક્તા કે મને સુપરસ્ટાર કહે કે પછી દેશના સૌથી નાના સુપરસ્ટરની માં કહે. મિડીયામાં તૈમુરની લોકપ્રિયતા જોઈને સાચુ કહું તો હું પાગલ બની રહી છું. આ સાથે જ કરીનાએ પોતાની કારકિર્દી અંગે પણ વાત કરી હતી.

કરીનાએ જણાવ્યુ હતું કે અભિનય મારા રગે રગમાં વ્યાપ્યો છે અને અભિનય સિવાય હું અન્ય કંઈ કલ્પી શકુ તેમ નથી. અમારો પરિવાર વર્ષોથી અભિનય કરતો રહ્યો છે. ખાનદાનમાં છેલ્લા પાંચ પેઢીથી અભિનય દરેક વ્યક્તિના લોહીમાં છે, જેથી અમારા પરિવારમાં બાળકને સમજણ આવે ત્યારથી જ તેના લોહીમાં અભિનય ચટકા ભરવા લાગે છે. અમે બીજુ કંઈ કલ્પી શક્તા નથી. માત્ર અભિનય કરવાની તીવ્ર ઇચ્છા પ્રગટે છે. હું પણ અભિનય ક્ષેત્રમાં ૧૮ વર્ષથી છું અને હવે અભિનય સિવાય કોઈ વ્યવસાય સિવાય કલ્પના પણ આવતી નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.