નિર્માતાઓ મારી પુરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શક્યાઃ તબ્બુ

હું પોતાની ક્ષમતાને ઓળખી શકી હોય તો આજે જે મુકામ પર છું તેનાથી અલગ મુકામ હું મેળવી શકી હોત: તબ્બુ
By: admin   PUBLISHED: Sat, 30 Jun 2018 22:24:46 +0530 | UPDATED: Sat, 30 Jun 2018 22:24:46 +0530

ટોચનું સ્થાન ન મેળવી શકવાનો તબ્બુને અફસોસ

બોલિવુડમાં તબ્બુની ઓળખ એક એવી અભિનેત્રીની છે કે જેણે પરંપરાગત લીલથી હટીને શાનદાર અભિનય કર્યો. એટલુ જ નહી આ અભિનેત્રીએ પોતાનાં દમ પર કેટલીક ફિલ્મોને હીટ પણ કરાવવામાં સફળતા મેળવી છે. જો કે તેમ છતાં કાર્કિદીનાં અંતિમ પડાવમાં આ અભિનેત્રી જ્યારે પાછુ વળીને જુવે છે ત્યારે તેને પોતાની કાર્કિદીમાં કંઈક ખુટતુ હોવાનો અનુભવ થાય છે. 

અભિનેત્રીનુ માનવુ છે કે બોલિવુડનાં ફિલ્મ નિર્માતાઓ તેની ક્ષમતાનો પુરો ઉપયોગ કરી શક્યા નથી.  તબ્બુએ વધુમાં જણાવ્યુ હતુ કે માત્ર ફિલ્મ નિર્માતાઓ જ નહી હું પોતે પણ પોતાની ક્ષમતાનો પુર્ણ ઉપયોગ કરી શકી નથી. મને લાગે છે કે મારી ક્ષમતાનો માત્ર ૨૦ થી ૨૫ ટકા ભાગ જ મેં ઉપયોગ કર્યો છે.  ૧૯૯૬માં આવેલી ફિલ્મ માચીસઅને ૨૦૦૧માં આવેલી ફિલ્મ ચાંદની બારમાં શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ જીતી ચુકેલી આ ૪૪ વર્ષિય અભિનેત્રીનુ માનવુ છે કે આ ચુક એટલા માટે રહી ગઈ કારણે કે તે સમયે પોતાની જાત અંગે તેની સમજ કંઈક અલગ હતી.

તબ્બુએ વધુમાં ઉમેર્યુ હતુ કે શક્ય છે કે મારી માન્યતા ખોટી હોય પરંતુ હું માનુ છુ કે જો તે સમયે હું પોતાની ક્ષમતાને ઓળખી શકી હોય તો આજે જે મુકામ પર છું તેનાથી કંઈક અલગ મુકામ હું મેળવી શકી હોત. હું ઘણુ અલગ અને શાનદાર કામ કરી શકુ તેમ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.