Wednesday,19 September 2018,08:41:23

દેશમાં હવે ધર્મના આધારે થવા લાગ્યા છે બળાત્કાર

આપણે સ્વીકારવુ પડશે કે સમગ્ર દેશમાં નફરત એટલી હદે વ્યાપી છે કે ગુનાઓને મજાક બનાવ્યા છે : તાપસી
By: admin   PUBLISHED: Fri, 13 Apr 2018 17:16:47 +0530 | UPDATED: Fri, 13 Apr 2018 17:16:47 +0530

અભિનેત્રી તાપસી પન્નુએ ઠાલવ્યો રોષ

૮ વર્ષની માસુમ બાળકી આસિફા સાથે ગેંગરેપ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ સમગ્ર મામલો રાજગીય રંગ પકડી રહ્યો છે.  જેની અસર હવે બોલીવુડ પર પણ જોવા મળી રહી છે. ફરહાન અખ્તર, સ્વરા ભાસ્કર, રીતેષ દેશમુખ બાદ હવે તાપસી પન્નુએ પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

તાપસીએ આ કેસ પર ટિ્‌વટ કરતા જણાવ્યુ હતું કે હવે દેશમાં રેપ ધર્મના આધારે થવા લાગ્યા છે. વર્તમાન સ્થિતિ જોતા તો આવુ જ લાગી રહ્યુ છે. શું આપણે એકબીજા પર નફ્ફટ બનીને આંગળી ઉઠાવવાનુ બંધ કરી શકીએ છીએ. આપણે સૌએ સ્વિકારવુ પડશે કે સમગ્ર દેશમાં નફરત એટલી હદ સુધી વ્યાપી છે કે લોકોએ ગુનાને પણ મજાક બનાવી દીધો છે.

તાપસી ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મોટા કલાકારોએ આ માુદ્દે પાોતનો ગુસ્સો ઠાલવીને આસિફાને ન્યાય અપાવવાની માંગ કરી છે.

ફિલ્મ અભિનેત્રી સોનમ કપુરે જણાવ્યુ છે કે કથિત રાષ્ટ્રવાદ અને હિંદુત્વના નામ પર હવે ગમે તેવા અપરાધ થઈ રહ્યા છે. હું વિશ્વાસ નથી કરી શક્તી કે મારા દેશમાં આ બધુ થઈ રહ્યુ છે. જ્યારે પ્રિયંકા ચોપડાએ દેશમાં કેટલા બાળકો આસિફાની જેમ ધર્મ અને રાજકારણનો ભોગ બનશે. આખરે કેટલા બાળકોના ભોગ બાદ આપણે જાગીશું. આ મુદ્દે તાત્કાલિાક પગલ લેવાની જરુર છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.