સુરમામાં હોકી ખેલાડી બનશે અભિનેત્રી તાપસી પન્નુ

અભિનેત્રી તાપસી
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 16:46:57 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 16:46:57 +0530

 મુંબઈ,

સ્પોટ્‌સ બાયોપિક ફિલ્મ સુરમા દિલજીત દોસાંઝની સાથે તાપસી પન્નુ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં દિલજીત ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપસિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે તાપસી ફિલ્મમાં દિલજીતની પ્રેમિકાનુ પાત્ર ભજવશે. ફિલ્મમાં દિલજીત દોસાંઝનો ફર્સ્ટલૂક પહેલા જ જાહેર કરાયો છે. ત્યારે હવે તાપસીનો પણ ફર્સ્ટલૂક જાહેર કરવામાં આવ્યો છે.

તાપસીએ પોતાના ટિ્‌વટર પર આ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટલૂક શેર કર્યો છે, જેમાં તે હોકી ટીમની જર્સી પહેરેલી જોવા મળી રહી છે. આ ડાર્ક બ્લુ જર્સીની પાછળ ખેલાડીના નામ તરીકે હરપ્રિત લખવામાં આવ્યુ છે. આ પહેલા ફિલ્મમાં દિલજીત દોસાંઝનો ફર્સ્ટલુક જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સંદિપસિંહના જીવનના બે પાસા રજુ કરાયા હતા. એક પાસામાં તે આક્રમક હોકી ખેલાડીના અંદાજમાં જોવા મળ્યો હતો, જ્યારે બીજા પાસામાં તે વ્હિલચેર પર સવાર હતો.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.