રાજપથ ક્લબમાં સ્વીમીંગ કોચે કિશોરીને પટ્ટેથી ફટકારી,વીડીયો વાઇરલ થતાં ગુમાવશે નોકરી

અમદાવાદની પોશ રાજપથ ક્લબમાં સ્વીમીંગ કોચે કિશોરીને પટ્ટેથી ફટકારી
By: Monika Vyas   PUBLISHED: Fri, 14 Sep 2018 14:14:22 +0530 | UPDATED: Mon, 17 Sep 2018 15:34:29 +0530

 

અમદાવાદ

અમદાવાદની જાણીતી રાજપથ ક્લબમાં સ્વીમીંગ શીખવાડતા એક કોચે ટ્રેઇનીંગ લઇ રહેલી કિશોરીને માર મારતાં ક્લબના મેમ્બરો રોષે ભરાયા હતા. રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે.સોશિયલ મીડીયમાં વાઇરલ થયેલાં આ વીડીયોમાં કોચ હાર્દિક પટેલ  સ્વીમીંગની ટ્રેઇનીંગ લઇ રહેલી કિશોરીને પટ્ટાથી માર મારતો દેખાઇ રહ્યો છે.કોચના મારના ડરથી કિશોરી ખુબ જ ડરેલી જણાય છે.


રાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાનો છે. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્ચુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી યુવતીઓ ફફડી રહી છે. અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીઓને વારાફરતી પટ્ટા જેવી વસ્તુથી ફટકારી રહ્યો છે.


કોચે કિશોરીને માર માર્યા બાદ રાજપથ ક્લબના વહીવટી તંત્રએ આ મામલાને ગંભીરતાથી લીધો હતો.રાજપથ ક્લબના ચેરમેન જગદીશ પટેલ કહે છે કે અમને આ મામલાની જાણ થઇ છે અને અમે કિશોરીના માતા-પિતા સાથે વાત કરી છે.અમે કોચ સામે પણ કાર્યવાહી કરીને તેને સસપેન્ડ કરીશું.

વાઇરલ થયેલાં આ વીડીયોમાં કોચ કિશોરીને ધમકાવતો પણ સાંભળવા મળે છે.કોચ કિશોરીને કહે છે કે અહીં આવ નહીં તો મારીશ એક લાત તને..સીધી ઊભી રહે ..અહીં આવ, નહીં તો લાત મારીશ, સીધી જઈશ પાણીમાં...


સ્વીમીંગ કોચે ટ્રેઇનીંગ લેવા આવતી કિશોરીને માર મારતાં રાજપથ ક્લબના બીજા સભ્યો પણ રોષે ભરાયા છે.રાજપથ ક્લબના એક સભ્યએ કહ્યું કે વીડીયો જોતા એવું લાગે છે કે આ બનાવ પહેલીવાર નહીં બનતો હોય સ્વીમીંગ કોચે અગાઉ પણ કિશોરીને માર માર્યો હશે.વહીવટી તંત્રએ તેની પુરી તપાસ કરવી જોઇએ.


આ અંગે મીડીયા સાથે વાત કરતાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલે કહ્યું કે આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે.મેં છોકરીઓને પટ્ટાથી નહીં પરંતું વ્હીસલ સાથે લગાવવામાં આવેલી દોરીથી મારી છે.આ પટ્ટી વાગતી નથી. ઘણી વખત તાલિમના ભાગરૂપે અમારે આવી સજા કરવી પડતી હોય છે. આવું કરવા પાછળનો ઈરાદો એટલો જ હોય છે કે સ્વીમરને મનમાં સારું પરફોર્મ કરવાનો ઉત્સાહ રહે. સ્વિમિંગ વખતે તેમના માતાપિતા પણ બાજુમાં જ બેઠા હોય છે. આ મામલે તેમના માતાપિતાઓ તરફથી જ એવી સૂચના આપવામાં આવતી હોય છે કે તેમને થોડી સજા આપવામાં આવે."

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.