હેન્ડ સેનિટાઈઝરનું સેવન કરી યુવકો કરી રહ્યા છે નશો

હેન્ડ સેનીટાઈઝરમાં જંતુઓનો નાશ કરવા માટે ઓછામાં ઓછા ૭૦ ટકા આલ્કોહોલ(દારૂ)નું હોવું જરૂરી હોય છે
By: admin   PUBLISHED: Tue, 10 Jul 2018 21:27:41 +0530 | UPDATED: Tue, 10 Jul 2018 21:27:41 +0530

સ્વિડનમાં સામે આવી ઘટના

નશાની આદત વ્યક્તિનાં કઈ ટેવને જન્મ આપી દે છે તે કહેવું બહુ મુશ્કેલી છે. ઘટના સ્વીડનની છે જ્યાં યુવાનો હાલ કૈફી દ્રવ્યોના પદાર્થોમાં હેન્ડ સેનીટાઈઝર ભેળવીને પી રહ્યા છે. પોલીસ અધિકારી સ્ટીફન સંડે જણાવ્યું કે, યુવા વર્ગ દારૂની હાલતમાં પીડીત થઈને ઈમરજન્સીમાં આવે છે અને જણાવે છે કે, તેમણે હેન્ડ સેનીટાઈઝરનું સેવન કર્યું છે.

અધિકારી સ્ટીફને વધુમાં જણાવ્યું કે, યુવકો સેનીટાઈઝર જેલ અને મોંસબીના રસને પ્રવાહી પદાર્થમાં ભેળવે છે. આ વિશે ફાર્મસી કંપની એપોટેકેટ એબીએ સ્વિડનભરમાં પોતાના તમામ કર્મચારીઓથી કહ્યું કે, તે જંતુનાશક વેચતીવેળા વધુ સાવધાની રાખે. 

ફાર્મસી કંપની ક્રોનેન્સ એપોટેકના પ્રવક્તા એંડ્રિયાસે જણાવ્યું કે, હાલ જ્યારે અમે કડકડતી ઠંડી અને ઈન્ફ્લુએન્જા વાયરસની ઝપેટમાં છીએ, ત્યારે આવા ઉત્પાદનોની માંગ ખૂબ જ વધારે છે. એ ચિંતાની બાબત છે કે કારણકે, કોઈ નથી જાણતું કે આ ઉત્પાદનોને ખરીદનાર વ્યક્તિ આનો શેના માટે ઉપયોગ કરશે.

હેન્ડ સેનીટાઈઝરમાં જંતુઓનો નાશ કરવા માટે ઓછામાં ઓછા ૭૦ ટકા આલ્કોહોલ(દારૂ)નું હોવું જરૂરી હોય છે. જેના કારણે હવે યુવા વર્ગ કૈફી દ્રવ્ય તરીકે હેન્ડ સેનીટાઈઝરનો ઉપયોગ કરવા લાગ્યા છે જે એક ચિંતાની બાબત છે. હેન્ડ સેનીટાઈઝરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.