સ્વરા ભાસ્કર સ્લીપ ડિસ્કનો ભોગ બની,દસ દિવસ કરવો પડશે આરામ

સ્વરા જો અત્યારે ૧૦ દિવસનો આરામ નહી કરે તો બે સપ્તાહ બાદ તેને ૮ સપ્તાહ સુધી બેડ રેસ્ટ કરવો પડશે
By: admin   PUBLISHED: Tue, 15 May 2018 19:09:00 +0530 | UPDATED: Tue, 15 May 2018 19:10:35 +0530

સ્લિપ ડિસ્કનો ભોગ બની સ્વરા ભાસ્કર

બોલીવુડ કલાકારો ઘણીવાર વધારે પડતા કામના કારણે પોતાના શરીર તરફ ધ્યાન આપી શકતા નથી. અને તેઓ અવાર નવાર બિમારીઓનો ભોગ બનતા હોય છે. બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ બિમારીનો ભોગ બની છે. સ્વરા તાજેતરમાં પોતાની મિત્ર સોનમ કપુરના લગ્નમાં નજરે પડી હતી. જો  કે સામે આવેલી વિગતો મુજબ સ્વરા અત્યારે સ્લિપ ડિસ્કની સમસ્યાનો ભોગ બની છે.

સ્વરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં જણાવ્યુ હતુ કે તેને ડોક્ટરોએ ૧૦ દિવસના આરામની સલાહ આપી છે. સ્વરા ભાસ્કરે જણાવ્યુ હતુ કે ડોક્ટરે તેને ૧૦ દિવસ સુધી સંપુર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે. સાથે જ એ પણ જણાવ્યુ છે કે જો તે ૧૦ દિવસનો આરામ નહી કરે તો બે સપ્તાહ બાદ ૮ સપ્તાહનો બેડ રેસ્ટ લેવો પડશે.

મત્વનુ છે કે સ્લિપ ડિસ્કના કારણે ઘણી મુશ્કેલી અને પીડાનો સામનો કરવો પડે છે. સમસ્યા વધવાની સ્થિતિમાં સ્લિપ ડિસ્ક કાયમી રોગ બને તે સુધી પહોચવાની શક્યતા રહેલી છે. મહત્વનુ છે કે સ્વરા ભાસ્કર અત્યારે પોતાની આગામી ફિલ્મ વીરે દે વેડિંગ રિલીઝ થવાની રાહ જાઈ રહી છે. આ ફિલ્મમાં કરીના કપુર ખાનસોનમ કપુર અને શિખા તલ્સાનિય જેવી અભિનેત્રીઓ સાથે જોવા મળશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.