ટિ્‌વટર ઉપર માંગી મદદ, વ્હારે આવ્યા સુષ્મા સ્વરાજ

કુઆલાલમ્પુર એરપોર્ટ પર પુત્રના મૃતદેહ સાથે ફસાયેલ માતાને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મદદ પુરી પાડી
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:39:00 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:39:00 +0530

ફરી એકવાર વિદેશ મંત્રી બન્યા મદદગાર

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ફરી એકવાર વિદેશમાં ફસાયેલ ભારતીયોની મદદ માટે હાથ લંબાવ્યો છે. સુષ્મા સ્વરાજે એક ભારતીય મહિલાના પુત્રના શવને ભારત લાવવામાં મદદ કરી છે.  આ મહિલા પોતાના પુત્રની સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવી રહી હતી, પરંતુ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અચાનક તેના પુત્રનુ મોત થઈ ગયુ.  મહિલાના જ એક સંબંધીના ટિ્‌વટરના મારફતે સુષ્મા સ્વરાજને આ અંગે જાણ થતા વિદેશમંત્રીએ તાત્કાલિક મદદ પુરી પાડી.

મહિલાના સંબંધીએ પોતાના ટિ્‌વટમાં લખ્યુ હતું કે,   ‘ડીયર સુષ્મા સ્વરાજ મારો મિત્ર પોતાની માતાને લઈને ઓસ્ટ્રેલિયાથી ભારત આવી રહ્યો હતો, પરંતુ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મારા મિત્રનુ અચાનક મોત થઈ ગયુ. મારા મિત્રની માતા એરપોર્ટ પર એકલી છે અને કોઈની મદદ લેવા અસમર્થ છે, એટલે મહેરબાની થશે તમે અમારી મદદ કરો, જેથી મારા મિત્રનો મૃતદેહ ભારત લાવી શકાય.યુવકના આ ટિ્‌વટ બાદ સુષ્મા સ્વરાજે જવાબ આપતા લખ્યુ કે, ‘ભારતીય ઉચ્ચાયોગના અધિકારી માતા અને તેના પુત્રના મૃતદેહ સાથે મલેશિયાથી ચેન્નાઈ આવવા રવાના થઈ ગયા છે.એટલુ જ નહીં સુષ્મા સ્વરાજે યુવકના કરુણા મોત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યુ. 

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વિદેશમાં રહેતા ભારતીયોની મદદ માટે હંમેશા તત્પર રહે છે. આ પહેલા પણ સુષ્મા સ્વરાજે નાઈઝેરીયાઈ અધિકારીઓની હિરાસતમાં રહેલ ચાર ભારતીયોને છોડાવ્યા હતા. આ ચાર ભારતીયોમાંથી બે નાગરીકોએ ટિ્‌વટરના માધ્યમથી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી હતી. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.