મહિલાઓ કરતા પુરુષો પાસે વધુ નવરાશ હોય છે : સર્વે

સપ્તાહમાં પુરુષો પાસે સરેરાશ ૪૩ કલાકની નવરાશ હોય છે, મહિલાઓ પાસે સરેરાશ ૩૮ કલાક : સર્વે
By: admin   PUBLISHED: Thu, 11 Jan 2018 14:14:24 +0530 | UPDATED: Thu, 11 Jan 2018 14:14:24 +0530

ઓએનએસના રીપોર્ટમાં કરાયો દાવો

એક સર્વેમાં ખુલાસો થયો છે કે પુરુષો પાસે સપ્તાહમાં સરેરાશ ૪૩ કલાક ફાજલ સમય હોય છે. જેનો ઉપયોગ તેઓ પોતાની રીતે આનંદ પ્રમોદ માટે કરતા હોય છે. જ્યારે મહિલાઓને જે ફાજલ સમય મળે છે તે પુરુષો કરતા ૫ કલાક ઓછો છે. ઓએનએસના રીપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ ૨૦૧૫માં મહિલાઓને સપ્તાહમાં સરેરાશ ૩૮ કલાક ફાજલ સમય મળતો હતો.જે દરમિયાન તેઓ આરામ અથવા સામાજિક કાર્યો કરવાનુ પસંદ કરે છે.

રીપોર્ટનુ માનીએ પુરુષોની તુલનામાં મહિલાઓ પાસે ફાજલ સમય ઓછો હોય છે. કારણકે તેમને ઘરના કામમાં વ્યસ્ત રહેવુ પડે છે. ઓએનએસના રીપોર્ટમાં એ પણ દર્શાવાયુ છે કે વર્ષ ૨૦૦૦થી લઈને અત્યાર સુધી પુરુષોના ફાજલ સમયમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે મહિલાઓના ફાજલ સમયમાં ઘટાડો થઈ રહ્યો છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે મહિલાઓના માથે ઘર અને બાળકોના સાર-સંભાળની પણ જવાબદારી હોય છે, જે બદલ તેમને કોઈ વેતન પણ મળતુ નથી. સર્વેમાં સામે આવ્યુ છે કે વૃદ્ધો પાસે સૌથી વધુ ફાજલ સમય હોય છે. ૨૫થી ૩૪ વર્ષની ઉંમર ધરાવતા લોકો પાસે સૌથી ઓછો ફાજલ સમય હોય છે.  જ્યારે ૬૫થી વધુ ઉંમર ધરાવતા લોકો પાસે ફાજલ સમય સૌથી વધારે હોય છે. જ્યારે ૧૬થી ૨૪ વર્ષની ઉંમરના યુવકો પોતાને મળતા ફાજલ સમયનો સૌથી વધુ આનંદ લેતા હોય છે. કારણકે આ દરમિયાન મોટાભાગના લોકો સ્ટુડન્ટ લાઈફમાંથી પસાર થતા હોય છે અને તેમના પર કોઈ ખાસ જવાબદારી પણ હોતી નથી. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.