સુરત : નારી સંરક્ષણ ગૃહમાં યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

સુરતના નારી સરંક્ષણ ગૃહમાં અંકિતા નામની યુવતીએ આત્મહત્યા કરી લીધી
By: Monika Vyas   PUBLISHED: Mon, 11 Feb 2019 12:28:52 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:20:13 +0530


સુરત

સુરતમાં 23 વર્ષની એક યુવતીએ નારી સંરક્ષણ ગૃહમાં આપઘાત કરી લીધો છે.સુરતના ઘોડદોડ રોડ પર આવેલ નારી સંરક્ષણ ગૃહમાં યુવતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી..જોવાની વાત એ છે કે આ યુવતી હજુ બે દિવસ પહેલાં જ નારી સંરક્ષણ ગૃહમાં આવી હતી.

આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભુત હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે.

નારી સંરક્ષણ ગૃહમાં  અંકિતા નામની આ યુવતી બે દિવસ પહેલાં જ આવી હતી. અને બે દિવસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાથી યુવતીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે.શહેરની ઉમરા પોલિસે અંકિતાના આપઘાતનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. જોકે, નારી સંરક્ષણ ગૃહના સતાધીશો દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

સુરતના કતારગામ ખાતે રહેતી અંકિતાને નજીકમાં જ રહેતા ભાવેશ બાલુ ધનજી ગોહિલ સાથે ભાગી ગઈ હતી. જેથી અંકિતાના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને બે દિવસ પહેલાં ઝડપી પાડ્યા હતા. અને અંકિતાને બે દિવસ પહેલાં નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.