કથિત ગૌરક્ષકોની હિંસામાં પીડિતોને વળતર આપોઃ સુપ્રીમ કોર્ટ

ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક,યુપીને સ્ટેટસ રીપોર્ટ રજુ કરવા આદેશ :વધુ સુનાવણી ૩૧મી ઓક્ટોબરે
By: admin   PUBLISHED: Fri, 22 Sep 2017 21:44:34 +0530 | UPDATED: Fri, 22 Sep 2017 21:44:34 +0530

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આપ્યો આદેશ

કથિત ગૌરક્ષકોની હિંસા મામલે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર લાલઆંખ કરી છે અને સંબંધિત રાજ્ય સરકારોને દોષિત સામે કડક કાર્યવાહી કરીને પીડિતોને વળતર આપવા પણ આદેશ આપ્યા છે. કોર્ટે આજે આ મામલે એક અરજીની સુનાવણી દરમિયાન જણાવ્યુ હતું કે, લોકો ગૌરક્ષાના નામે હિંસા આચરી રહ્યા છે. આવા લોકોને કાયદાના દાયરામાં લાવવાની જરૂર છે.

પહલુખાન હત્યા કેસ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યુ હતું કે, કથિત ગૌરક્ષકો દ્વારા કરવામાં આવતી હિંસાના આવા કેસોમાં પીડિતોને યોગ્ય વળતર મળે તેની વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી જોઈએ. તમામ રાજ્યોની આ જવાબદારી બને છે. કોર્ટે ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ સરકારને સ્પેશિયલ નામજોગ આદેશ આપ્યો છે કે પોતાના રાજ્યનો સ્ટેટસ રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરે અને આ સ્ટેટસ રીપોર્ટના આધારે તાત્કાલિક કાર્યવાહી કરે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી ૩૧ ઓક્ટોબરે હાથ ધરવાની જાહેરાત કરી છે.

મહત્વનુ છે કે, ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં કથિત ગૌરક્ષકોએ પહલુખાનને ઢોર માર મારી હત્યા કરી હતી. પહલુખાન પોતાના પુત્ર સાથે ગૌવંશોને ટ્રકમાં લઈને હરીયાણાથી રાજસ્થાનના જયપુર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન રાજસ્થાનમાં કથિત ગૌરક્ષકોએ તેની હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસે પહલુખાનની હત્યા મામલે છ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે પાછળથી તેમને ક્લીનચીટ મળી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે ચાલુ મહિનાની શરૂઆતમાં જ તમામ રાજ્યોને આદેશ આપ્યો હતો કે ગૌરક્ષાના નામે થતી હિંસાને કાબુમાં કરવા માટે યોગ્ય પગલા લે. કોર્ટે આદેશ આપ્યો હતો કે આ પ્રકારના કેસની તપાસ માટે દરેક જિલ્લામાં એક સીનિયર પોલીસ અધિકારીની નિમણૂંક કરવામાં આવે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.