આરવને ઈન્ડસ્ટ્રીમાં આવવા દબાણ ન કરી શકું : અક્ષય

આરવ નાનો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવુ કે નહીં તે તેનો પર્સનલ નિર્ણય હશે એમાં હું દબાણ ન કરી શકું
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:02:21 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 22:02:21 +0530

પુત્ર અંગે અક્ષય કુમારે આપ્યુ નિવેદન

બોલીવુડના ખેલાડી અભિનેતા અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડના પ્રમોશનમાં ખૂબ  વ્યસ્ત છે. દર્શકો પણ તેની આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.  ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતા અક્ષય કુમારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન પોતાના પુત્ર આરવના કરીયર અંગે પણ વાત કરી. અક્ષય કુમારરે જણાવ્યુ કે, આરવ ખૂબ જ યંગ છે અને હજી તે પોતાના અભ્યાસ પર જ સમગ્ર ધ્યાન આપવા માંગે છે. હું નથી જાણતો કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે કે નહીં અને હું આ માટે તેના પર દબાણ પણ નહીં કરું.

અક્ષયે જણાવ્યુ કે, આજકાલના યુવાનોના પોતાના મન છે, મારો આરવ પણ અન્ય જેવો જ છે. તે અત્યારે અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે અને  જો તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમમાં આવવા માંગતો હોય તો હું તેને ના નહીં પાડુ અને જો નથી આવવા માંગતો તો હું તે માટે તેને દબાણ પણ નહીં કરું.

પોતાની જવાબદારીઓ અંગે વાત કરતા અક્ષયે જણાવ્યુ કે, હું મારા બન્ને બાળકોને તેમની પસંદનુ કરવા જ કહુ છું. જો તેમને લાગે છે કે તેમના માટે કોઈ સ્કુલ યોગ્ય છે તો હું બસ માત્ર ફી અને સહી કરી દઉ છું. મહત્વનુ છે કે, આરવ ઉપરાંત અક્ષય અને ટિ્‌વન્કલ ખન્નાની એક પુત્રી પણ છે જેનુ નામ નિતારા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.