ફિલ્મોમાં વ્યસ્ત છું, ટીવી પર આ વર્ષે નહીં : સુનિલ

ફિલ્મોનુ કામ એટલુ બધુ છે કે આ વર્ષે ટીવી પર કામ નહીં કરી શકું: સુનિલ
By: admin   PUBLISHED: Wed, 26 Sep 2018 20:17:00 +0530 | UPDATED: Wed, 26 Sep 2018 20:17:00 +0530

મુંબઈ,

કપિલ શર્મા સાથે કોમેડી વીથ કપિલ શર્મા શોથી ઘરે ઘરે જાણીતા બનેલ અભિનેતા સુનિલ ગ્રોવરે કપિલ સાથે કામ કરવાને લઈ પોતાનુ નિવેદન આપ્યુ છે. ટીવી પડદે કોમેડી શો મારફતે વાપસી કરવા જઈ રહેલ કપિલ શર્મા સાથે કામ કરવાને લઈ સુનિલે જણાવ્યુ કે, ફિલ્મોનુ કામ એટલુ બધુ છે કે આ વર્ષે ટીવી પર કામ નહીં કરી શકું. 

પોતાની આગામી ફિલ્મ પટાખા અંગે વાત કરતા સુનિલે જણાવ્યુ કે, આ ફિલ્મમાં કામ કરતા સમયે મને દીવાળી સમયની ફીલીંગ આવી અને ખૂબ જ મજા આવી. આ પટાખા પ્રદૂષણમુક્ત છે, જેમાં રોશની, લાઈટ અને મનોરંજન છે. મહત્વનુ છે કે, સુનિલ ગ્રોવર સાથે વિવાદ થયા બાદ કપિલ શર્માનો શો ગણતરીના સપ્તાહમાં જ બંધ થઈ ગયો હતો. ત્યારે કપિલ ફરી એકવાર ટીવી પડદે વાપસી કરવા જઈ રહ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.