સારો રોલ મળશે તો ચોક્કસ અભિનય કરીશ : સુનિધિ

સમયની સાથે મ્યુઝિકમાં પરિવર્તન જરુરી છે, તેમાં કંઈ જ ખોટુ થઈ રહ્યુ નથી, ખરાબી લોકોની નજરમાં : સુનિધિ
By: admin   PUBLISHED: Sat, 07 Jul 2018 15:29:58 +0530 | UPDATED: Sat, 07 Jul 2018 15:29:58 +0530

જાણીતી સિંગર સુનિધિએ કરી સ્પષ્ટતા

આજકાલ મ્યુઝિકને લઈને અનેક સવાલો ઉભા થાય છે. તેના સૂર અને મેલોડી સામે સવાલો ઉભા કરવામાં આવે છે. જોકે છેલ્લા બે દાયકાથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ સુનિધિ ચૌહાણ આ વાત સ્વીકારવા તૈયાર નથી. સુનિધિના મતે સંગીત ક્યારેય શોર શરાબા વિના હોઈ શકે નહીં.

ટીવી રીયલ્ટી શો દીલ હૈ હિન્દુસ્તાની-૨માં જજની ભૂમિકામાં નજરે પડી રહેલ સુનિધિએ જણાવ્યુ હતું કે, સમયની સાથે મ્યુઝિક રજુ કરવાની સિસ્ટમ બદલાઈ ચુકી છે. પરંતુ સમય સાથે પરિવર્તન જરુરી છે. પરિવર્તન સારુ કે ખરાબ નથી હોતુ. પરિવર્તન માત્ર પરિવર્તન હોય છે, ખરાબી લોકોની નજરમાં હોય છે.  છેલ્લા ૨૦ વર્ષથી હું આ પરિવર્તનનો ભાગ રહી છું અને સમયની સાથે પરિવર્તનને સ્વીકાર્યુ છે.

આજના રીમેકના જમાના અંગે સુનિધિએ જણાવ્યુ કે, રીમેક જો તમે સારી રીતે બનાવો તો કોઈ સમસ્યા નથી, સમસ્યા એટલી જ છે જ્યારે ગીત સાથે ચેડા કરવામાં આવે. તમે ગીતને આખા અલગ ટોનમાં લઈ જાવ. જોકે તેમ છતા મારુ માનવુ છે કે બને ત્યાં સુધી રીમેક ઓછા બનવા જોઈએ. કારણકે રીમેક્‌સ એ મોટાભાગના મૂળ ગીત સાથે ચેડા સમાન હોય છે.

સુનિધિએ જણાવ્યુ હતું કે મને આજે પણ અભિનયમાં રસ છે, જો સારો રોલ મળશે તો હું ચોક્કસ અભિનય કરવાનુ પસંદ કરીશ.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.