સુનંદા પુષ્કરનુ મૃત્યુ કુદરતી નહીં પણ હત્યા હતી : રીપોર્ટ

મૃત્યુ પહેલા સુનંદા પુષ્કર સાથે થઈ હતી કોઈની હાથાપાઈ શરીર પર મળી આવ્યા હતા અનેક ઈજાના નિશાન
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 16:49:21 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 16:49:21 +0530

પોલીસના રીપોર્ટમાં કરાયો દાવો

કોંગ્રેસ સાંસદ શશી થરુરની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ અંગે રહસ્ય વધુ ગાઢ બન્યુ છે. સાઉથ ડિસ્ટ્રીક્ટના ડીસીપી રહી ચુકેલ ભોલા શંકર જાયસવાલે પોતાના રીપોર્ટમાં સ્પષ્ટ કર્યુ છે કે સુનંદા પુષ્કરનુ મૃત્યુ કુદરતી મૃત્યુ નહતુ પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. જાયસવાલે પોતાનો રીપોર્ટ જોઈન્ટ સીપીને સોંપી દીધો છે. જેમાં એમ્સ હોસ્પિટલની પોસ્ટ મોર્ટમ રીપોર્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યુ છે કે સુનંદાના શરીર પર દાંતથી બચકુ ભરાયાના નિશાન પણ છે.

આ ઉપરાંત ઈંજેક્શનના નિશાન છે, સાથે જ કોઈની સાથે હાથાપાઈ થઈ હોય તે રીતે શરીર પર ઈજા થયેલ છે. જે તેની હત્યા થઈ હોવા તરફ ઈશારો કરે છે. જોકે, આ મર્ડર મિસ્ટ્રીના ચાર વર્ષ થયા બાદ પણ પોલીસ હજી કોઈ તારણ સુધી પહોંચી શકી નથી. સુનંદા પુષ્કરના પોસ્ટ મોર્ટમ રીપોર્ટ મુજબ તેનુ મૃત્યુ ઝેર આપવાના કારણે થયુ હતું. પુરાવા એ તરફ ઈશારો કરે છે કે તેને એલ્પ્રાજોલામ નામનુ ઝેર આપવામાં આવ્યુ હતું. તેમજ સુનંદાના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પરંતુ એક ઈંજેક્શનના નિશાનને છોડીને અન્ય નિશાન મૃત્યુનુ કારણ બની શકે તેવા નહતા.

આ નિશાન કોઈની સાથે હાથાપાઈ દરમિયાન થયા હતા. તેમજ કેટલાક ઈજાના નિશાન એવા હતા કે જે તેમના મૃત્યુના ૧૨ કલાકથી લઈને ૪ દિવસ દરમિયાન થયેલ હતા. એક સિક્રેટ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરાવાના આધારે એવુ સાબિત થાય છે કે સુનંદા પુષ્કરની પોતાના પતિ શશી થરુર સાથે હાથાપાઈ થઈ હતી, થરુરના સહાયક નારાયણસિંહના નિવેદનમાં પણ આ વાતની પુષ્ટી થઈ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.