મહેનત અને આવડત બને છે સફળતાનો આધાર, માર્ક નહીં

પરીક્ષામાં આવેલા ઓછા માર્કથી જીવન પુરુ નથી થઈ જતુ
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 14:49:50 +0530 | UPDATED: Fri, 18 May 2018 23:49:51 +0530

પરીક્ષાના પાંચ પ્રશ્નોના આધારે બાળકની આવડતનું મુલ્યાંકન કરવુ મુર્ખામી ભરેલ છે : અનેક આવડતો બાળકોની સફળ કારકિર્દી બનાવી શકે છે

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત સપ્તાહે જાહેર કરવામાં આવ્યુ અને આગામી દિવસોમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૦નું પરિણામ પણ જાહેર થવાનું છે. આ પરિણામના આધારે વિદ્યાર્થીઓની સફળતા અને અસફળતા નક્કી થાય છે. અનેક સંભાવનાથી ભરેલા બાળકોને માત્ર ચાર પાનાની ઉત્તરવાહીના મળેલા આંકના આધારે મુલવવામાં આવે છે.

કેટલાક મુઠ્ઠીભર ૯૯ ટકા લાવનાર બાળકોને છોડીને મોટાભાગના બાળકો પોતાના પરિણામને લઈ નિરાશ હોય છે. આ નિરાશા ક્યારેક ક્યારેક એટલી હદ સુધી વધી જતી હોય છે કે બાળકો આત્મહત્યા સુધીનો માર્ગ અપનાવી લેતા હોય છે અને અનેક સંભાવનાઓથી ભરેલ બાળક ૧૫થી ૧૭ વર્ષની ઉંમરમાં જ વિશ્વાસ ખોઈ બેસે છે. આ બાબત ખૂબ જ ડરાવની તો છે જ સાથે-સાથે શરમજનક પણ છે.

સૌથી શરમજનક બાબત એ છે કે, અનેક પ્રતિભાથી ભરેલા બાળકોને માત્ર ૫-૭ પ્રશ્નોના માર્ગ પર મુલવવામાં આવે છે. આ જ બાળકોમાંથી કોઈ ગઈકાલે ઉઠીને બિલ ગેટ્‌સ બની શકે તેમ છે તો કોઈ ધીરુભાઈ અંબાણી, પરંતુ તેના માટે જરુર હોય છે હિમ્મતની, જે આ પરીક્ષાઓ તોડી નાંખતી હોય છે.

દરેક માતા-પિતા ઈચ્છતા હોય છે કે તેમનો બાળક ૯૦ ટકાથી ઉપર માર્ક લાવે. જેથી કરીને તેને સારી કોલેજમાં એડમિશન મળી જાય અને સારી નોકરી પણ મળી જાય. માર્ક નહીં હોય તો કોઈ કોલેજમાં એડમિશન નહીં મળે, સમાજમાં ઈજ્જત નહીં રહે, પડોશીઓ કોઈ શું કહેશે જેવી અનેક બાબતો વાલીઓના મનમાં રહેતી હોય છે.  જેના કારણે અન્ય બાળકો સાથે પોતાના બાળકોની સરખામણી કરીને તેને ટોણા મારવાનુ શરુ કરે છે. આ ટોણા આ જીવન તે બાળકની સાથે રહે છે.

પહેલા ૧૦માં ધોરણના માર્ક અને પછી ૧૨મા ધોરણની માર્ક ન જાણે કેટલી પરીક્ષાઓ અને કેટલા માર્ક. પરંતુ વાસ્તવમાં આ બધુ મિથ્યા તત્વ જેવુ છે. આ માર્ક કેટલીક કોલેજમાં એડમિશન લેવા માટે કે પછી સરકારી નોકરીઓ માટે કામમાં આવતા હશે, પરંતુ જીંદગીની સફળતા અને નિષ્ફળતા આ માર્કના આધારે થતી નથી. 

સફળતા તો મહેનતથી મળે છે માર્કથી નહીં. અનેક એવા દાખલાઓ સમાજમાં મળી આવશે કે જે લોકો બોર્ડની પરીક્ષામાં તો નિષ્ફળ રહ્યા હોય પરંતુ જીંદગીની પરીક્ષામાં સફળ થયા હોય. તો સામે એવા પણ દાખલા મળશે કે જે બોર્ડની પરીક્ષામાં સફળ ગયા હોય પરંતુ જીંદગીની પરીક્ષામાં નિષ્ફળ ગયા હોય.

અનેક બાળકોમાં સ્પોટ્‌સ કે તેના જેવી અન્ય ફિલ્ડમાં કારકિર્દી બનાવવાની વિપુલ તકો રહેલી હોય છે, પરંતુ આ પરીક્ષાનો ડર તેમની કારકિર્દીનો અકાળે અંત લાવી દેતો હોય છે. શું આવા વાલીઓને એક પ્રશ્ન પુછવાનુ મન થાય છે કે શું ડોક્ટર કે એન્જિનિયરની જ કારકિર્દી સફળતાનું માપદંડ કહેવાય? શું ડોક્ટર કે એન્જિનિયર બનનાર બાળકો સફળ ન થઈ શકે?

ભલે વાલીઓને આ વાત અજુગ્તી લાગતી હશે પરંતુ સાચી વાત એ છે કે, આ જ સુધી ગુજરાતમાંથી કોઈ ડોક્ટરે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ કમાયુ હોય કે એન્જિનિયરે દુનિયાની શ્રેષ્ઠ બિલ્ડિંગ બાંધી હોય તેવો એકપણ કિસ્સો તમને શોધ્યો જડશે નહીં. જ્યારે તેની સામે અન્ય ફિલ્ડો જેમાં ગુજરાતીઓએ ચારેયબાજુ પોતાનો ડંકો વગાડ્યો છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ધીરુભાઈ અંબાણી, જમશેદજી તાતાથી લઈને અત્યારે નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી સુધીનો ઈતિહાસ તપાસી જોવો આમાંથી ન તો એકપણ વ્યક્તિ ડોક્ટર છે કે ન તો એન્જિનિયર, છતાં ગુજરાતના સૌથી સફળ વ્યક્તિ ગણાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.