પેટને લગતી સમસ્યાના શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર............

રોજ એક સફરજન ખાવાથી કબજિયાત મટે છે
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 12:59:08 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 12:59:08 +0530

અમદાવાદ,

પેટમાં ગેસ થવાની ફરિયાદ મોટાભાગે તમામ લોકોને રહે છે. આ માટે કેટલાક લોકો ઉપચાર માટે ડોક્ટરો પાસે જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ પેટમાં ગેસની સમસ્યાને ઘરગથ્થુ અને ખાદ્ય પદાર્થોથી પણ દૂર કરી શકાય છે.  પેટમાં ગેસને દૂર કરવા માટે ખાવામાં મગ, ચણા, વટાણા, અડદ, બટાકા, ચોખા તથા તીખા મરચા મસાલાયુક્ત ખોરાક વધુ માત્રામાં લેવાનું ટાળવુ જોઈએ. સાથે જ ઝડપથી પચતા ખોરાક જેવા કે શાકભાજી, ખિચડી સહિત બનેલા લોટની રોટલી, દૂધ, પાલક, ભીંડા, આદુ, આંબળા, લીંબુ વગેરેનું સેવન વધુ કરવું જોઈએ.  જો તમે પણ ગેસથી હેરાન છો તો નીચે દર્શાવેલ ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરો જેથી આ સમસ્યા દૂર થઈ ઝશે.

             રોજ ખાલી પેટે એક સફરજન ખાવાથી, કબજિયાત અને એસીડીટી જેવી પેટની સમસ્યા દૂર

થાય છે.

             આદુ પેટની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, જેનાથી ગેસ, એસિડીટી, ભૂખ ન લાગવી વગેરે સમસ્યાથી છુટકારો મળે છે.

             ફુદિનામાં એન્ટી ઈન્ફ્લામેંટ્રી અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, જે પેટમાં દુઃખાવો થતો હોય તો તેમાંથી છુટકારો અપાવે છે.

             લીંબુ પણ પેટ માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે, લીંબુના સેવનથી કબજિયાત સહિતની પેટને લગતી બિમારી દૂર થાય છે.

             પપૈયામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જો તમારે પાચન તંત્રને લગતી કોઈ બિમારી છે તો પપૈયાના સેવનથી તે દૂર થઈ શકે છે.

             રોજ એક ગ્લાસ દૂધ પીવાથી પણ પેટને લગતી સમસ્યા દૂર થાય છે, જ્યારે ગેસની સમસ્યાથી દૂર રહેવા માટે નારીયેળ પાણી પણ શ્રેષ્ઠ ઉપાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.