૩૦૦૦ કરોડ રુના ખર્ચ: સ્ટેચ્યુ ઓફ યુનિટના નિર્માણ પર કેગ દ્વારા ઉઠાવાયા સવાલ

૧૮૨ મીટરની મૂર્તિ ૩૦૦૦ કરોડ રુના ખર્ચે બનાવવામાં આવી રહી છે, જે માટે તેલ કંપનીઓએ આપ્યુ મોટુ ભંડોળ
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 12:51:46 +0530 | UPDATED: Mon, 13 Aug 2018 19:51:12 +0530

ઓઈલ કંપનીઓએ કરેલ ખર્ચ પર ઉઠાવ્યા સવાલ

કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયા (સીએજી)એ ગુજરાતના કેવડિયા નિર્માણ થઈ રહેલ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા માટે દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જે ભંડોળ આપવામાં આવ્યુ તેના પર સવાલ ઉઠાવ્યા છે. કંપનીઓને એજન્સીએ પુછ્યુ છે કે શું આ નામ સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલીટી) અંતર્ગત આપવામાં આવ્યા છે.

સરકારી ઓઈલ કંપનીઓ પર ગાળીયો કસતા કેગે જણાવ્યુ છે કે ગુજરાતના કિનારા પર સરદાર પટેલની ૩૦૦૦ કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલ પ્રતિ માટે ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા લિમીટેડ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઈલ દ્વારા પોતાના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સબિલીટી (સીએસઆર) હેઠળ ઘણો ખર્ચ કર્યો છે.

પટેલની પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યુ છે અને આ પ્રતિમા બનાવવા માટે સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી : લોખંડ કેમ્પેઈન : કહાની દરેક ગામની એટલે કે આ પ્રતિમાને બનાવવા માટે જરુરી લોખંડ દેશના ખૂણા ખૂણામાંથી એકત્રિત કરવામાં આવી રહ્યુ છે.

બીજીબાજુ આ પ્રતિ માટે બનાવેલી એક એડ ફિલ્મ મારફતે દાવા કરાઈ રહ્યા છે કે દેશના લોહ પુરુષ સરદાર પટેલની આ મૂર્તિ માટે આખા દેશમાંથી લોખંડ એકત્ર કરાયુ છે. તો કેગે પોતાના રીપોર્ટમાં એ સવાલ ઉઠાવ્યા છે કે, સરદાર પટેલની મૂર્તિ માટે સરકારી તેલ કંપનીઓ દ્વારા આટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.