સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ ૨૦ દિવસમાં પૂરુ કરી લેવાશે :સૂત્ર

પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે, લોકાર્પણ કાર્યક્રમમાં અન્ય દેશના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવશે
By: admin   PUBLISHED: Thu, 13 Sep 2018 13:35:55 +0530 | UPDATED: Thu, 13 Sep 2018 13:35:55 +0530

૮૫ ટકા જેટલી કામગીરી પુરી

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે માત્ર ૪૯ દિવસ જેટલો સમય બાકી છે. આ પ્રતિમાનુ કામ હાલ ખૂબ જ ધમધોકાર ચાલી રહ્યુ છે. સરદાર સરોવર નર્મદા ડેમ જેનુ ભૂમિપુજન પ્રથમ વડાપ્રધાન નહેરુએ કર્યુ હતું. જ્યારે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું.

૫૬૨ રજવાડાઓને એક કરનાર લોખંડીપુરુષ સરદાર પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ હવે પૂર્ણતાના આરે પહોંચ્યુ છે. હાલમાં ૮૫ ટકા કામગીરી થઈ ચુકી છે. સ્ટેચ્યુના છાતીના ભાગ સુધીનુ કામકાજ હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. આગામી ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનુ લોકાર્પણ થનાર છે. આ લોકાર્પણ પ્રસંગે અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો હાજર રહી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ આગામી ૨૦ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવુ સ્થાનિક અધિકારીઓનું કહેવુ છે.

૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ ખાતમુહુર્ત થયા બાદ ૩ ડિસેમ્બર ૨૦૧૩થી કામકાજ શરુ કરવામાં આવ્યુ હતું. જેમાં કોન્ક્રીટનુ કામકાજ ૩ મહિના પહેલા જ સમાપ્ત થયુ હતું. સરદાર પટેલની આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સરદાર સરોવરથી ૩.૧ કિલોમીટર દૂર સાધુ ટેકરી પર બની રહી છે, જેમાં લગભગ ૬૮૦૦૦ મેટ્રીક ટન કોન્ક્રીટ વાપરવામાં આવ્યુ છે.

૫૭૦૦ મેટ્રીક ટન જાડા-પાતળા સળિયા વપરાયા છે. હવે જેના પર શરીરના ઢાંચામાં ફ્રેમિંગ કરી ૧૯૦૦ મેટ્રીક ટન કાંસાથી સ્ટેચ્યુ તૈયાર થઈ રહ્યુ છે. દરરોજ ૧૫૦૦૦ પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. સાથે જ ભારત આવતા વિદેશીઓ પણ આ પ્રતિમાની મુલાકાત લઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.