એઆઈઓસીડીનો નિર્ણય
ઈ-ફાર્મસી અને ફાર્માસિસ્ટના નામ પર
દવા દુકાનદારોને હેરાન કરનાર સરકારી નીતિના વિરોધમાં દેશભરના મેડિકલ દુકાનદાર
આગામી ૨૦થી ૨૭ સપ્ટેમ્બર સુધી કાળો બિલ્લો લગાવીને દુકાનનુ સંચાલન રશે. જ્યારે ૨૮
સપ્ટેમ્બરના રોજ દવાની દુકાનો બંધ રહેશે.ઓનલાઈન દવાઓના ચાલી રહેલા વિવાદ વચ્ચે ઓલ ઈન્ડિયા
ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યુ છે.
આ બંધ ૨૮ સપ્ટેમ્બરના રોજ યોજવામાં
આવ્યુ છે. તેમજ આ બંધમાં સમગ્ર ભારતના ૮.૫ લાખ દવાના ધંધાર્થીઓ જોડાશે. આ બંધમાં
ગુજરાતની ૨૦ હજારથી વધુ દુકાનો બંધ રહેશે, જેમાં અમદાવાદ,
રાજકોટ, વડોદરા, સૌરાષ્ટ્રના રીટેલર અને હોલસેલરો પણ
જોડાશે.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસીએશનના ચેરમેન જશવંતભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર અને કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઈએ જણાવ્યુ હતું કે, આ બંધ રાખવાના અન્ય પણ કેટલાક કારણો છે જેવા કે ઓનલાઈન મળતી દવાનો વિરોધ, દવાની અછત અટકાવવી, યુવાઓમાં વધતો જતો નશો કરવાની આદતથી બચાવવા, મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થતો અટકાવવો, ઉપરાંત દવાના ધંધાર્થીઓની બિઝનેસ બચાવવા વગેરેનો સમાવેશ થાય છે.