જાપાન ઓપન : ક્વાર્ટર ફાઈનલમાં શ્રીકાંતની હાર

શ્રીકાંતે કોરીયાના લી ડોંગ કેઉન સામે ૨૧-૧૯, ૧૬-૨૧, ૧૮-૨૧થી હારનો સામનો કરવો પડ્યો
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:35:33 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:36:37 +0530

ભારતીય પડકારનો અંત

ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતનો જાપાન ઓપનમાં મેડલ જીતવાનુ સપનુ ક્વાર્ટર ફાઈનલમાં જ રોળાઈ ગયુ અને તેને કોરીયાના લી ડોંગ કેઉન સામે ૨૧-૧૯, ૧૬-૨૧, ૧૮-૨૧થી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે જ ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવ્યો છે. આનાથી એક દિવસ પહેલા ઓલમ્પિક સિલ્વર મેડલિસ્ટ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને એચએસ પ્રણોય પણ હારીને ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો.

શ્રીકાંતે શાનદાર પ્રદર્શન કરતા પ્રી-ક્વાર્ટરમાં હોંગકોંગના વાંગ વિંગ વિંસેટને સીધા સેટમાં ૨૧-૧૫, ૨૧-૧૪થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો, પરંતુ તે આ ફોર્મને યથાવત રાખી શક્યો નહીં.શ્રીકાંતે ડોંગના વિરુદ્ધ પ્રથમ સેટ ૨૧-૧૯થી જીતી લીધો પરંતુ ત્યારબાદના બન્ને સેટ તે હારી ગયો.કોરીયન ખેલાડીએ બીજો સેટ ૨૧-૧૬થી જ્યારે નિર્ણાયક ગેમ ૨૧-૧૮થી જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો. આ મુકાબલો ૧ કલાક ૧૯ મિનીટ સુધી ચાલ્યો. આ પહેલા સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને ગુરુવારે અપસેટનો શિકાર થઈને ટૂર્નામેન્ટની બહાર થવુ પડ્યુ. મહિલા સિંગલ વર્ગના બીજા તબક્કામાં વર્લ્ડ નંબર-૩ સિંધુએ ચીનની વર્લ્ડ નંબર-૧૪ ગાઓ ફાંગ્જી સામે હારનો સામનો કરવો પડ્યો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.