વિવાદાસ્પદ શ્રી રેડ્ડીએ હવે સચિન પર લગાવ્યા આરોપ

સચિન તેંડુલકરે હૈદરાબાદમાં તેલુગુ અભિનેત્રી સાથે રોમાન્સ કર્યો હોવાનો શ્રી રેડ્ડીએ લગાવ્યા આરોપ
By: admin   PUBLISHED: Thu, 13 Sep 2018 23:07:28 +0530 | UPDATED: Thu, 13 Sep 2018 23:10:26 +0530

સચિનના પ્રશંસકોએ શ્રી રેડ્ડીની કાઢી ઝાટકણી

ગત વખતે ફિલ્મ પ્રોડ્યુસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યા બાદ કપડા ઉતારવાને લઈ ચર્ચામાં આવેલ અભિનેત્રી શ્રી રેડ્ડી ફરી એકવાર ચર્ચામાં છે. પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ્‌સ માટે જાણીતી શ્રી રેડ્ડીએ જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકર પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.

પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટમાં શ્રી રેડ્ડીએ લખ્યુ કે, સચિન તેંડુલકર નામના એક રોમેન્ટીક વ્યક્તિ જ્યારે હૈદરાબાદ આવ્યા હતા તે દરમિયાન તેમણે એક ચાર્મિંગ છોકરી સાથે અંગત પળો વીતાવી હતી. આમાં હાઈ પ્રોફાઈલ ચામુંડેશ્વર સ્વામી મિડલ મૈન તરીકે હતા. તે મહાન છે, ખૂબ જ સારુ રમે છે...મારુ કહેવાનો અર્થ એમ છે કે તે રોમાન્સ ખૂબ જ સારો કરે છે.

શ્રી રેડ્ડીએ આ પોસ્ટ મારફતે એ આરોપ લગાવવાનો પ્રયત્ન કર્યો છે કે સચિનનો ટોલીવુડ અભિનેત્રી ચાર્મી કૌર સાથે લિંક અપ રહ્યુ છે.  જોકે શ્રી રેડ્ડીના આ આરોપ બાદ સચિનના પ્રશંસકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમણે શ્રી રેડ્ડીના આ પોસ્ટ પર જડબાતોડ જવાબ આપ્યો છે અને તે જોતજોતામાં ટ્રોલ થઈ ગઈ.

મહત્વનુ છે કે, એવુ પ્રથમ વખત નથી બન્યુ કે જ્યારે કોઈ સેલિબ્રીટી પર તેણે પર્સનલ ટાર્ગેટ કર્યો હોય. આ પહેલા તેણે પ્રોડ્યુસર સુરેશ બાબુના પુત્ર પર સેક્સુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.