ભારત ઇંગ્લેન્ડ વચ્ચે નંબર વનનું સ્થાન જમાવવા થશે ખરાખરીનો જંગ

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સીરીઝ શરૂ થશે
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 18:41:51 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 18:41:51 +0530


લંડન

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ટી-૨૦ શ્રેણીમાં ૨-૧થી હરાવીને આઈસીસી રેન્કીંગમાં નંબર-૨નું સ્થાન મેળવી લીધુ છે પરંતુ જો તે ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરશે તો તેની પાસે આ ફોર્મેટમાં નંબર-૧નો તાજ મેળવવાની તક રહેશે.  ઈંગ્લેન્ડ અને ભારત હાલ વન-ડે રેન્કીંગમાં ક્રમશઃ પહેલા અને બીજા ક્રમાંકે છે.

એવું મનાઇ રહ્યું છે કે ૨૦૧૯માં થનારા વિશ્વ કપ માટે આ મેચોને રીહર્સલ માનવામાં આવે છે કારણકે આ સીરીઝમાં ભારતીય ટીમની પોતાની હાલત સમજવા માટે ઘણો સારો મોકો મળી રહ્યો છે. આવતા વર્ષે આ સમયગાળા દરમ્યાન જ વિશ્વ કપનું આયોજન બ્રિટેનમાં થવાનું છે.

12 જુલાઇએ એટલે કે ગુરુવારે  બન્ને વચ્ચે પ્રથમ વન-ડે મેચ નોટીંગહામ ખાતે રમાશે. બન્ને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. અંતિમ વન-ડે મેચ ૧૭ જુલાઈએ રમાશે. 

ભારતની નજર આ વન-ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને ક્લીનસ્વીપ કરી વન-ડે રેકીંગમાં પ્રથમ સ્થાન મેળવવા પર રહેશે. ભારતને ફરી એકવાર નંબર-વન બનવા માટે ઈંગ્લેન્ડને ૩-૦થી હરાવવુ પડશે.

ઇંગ્લેન્ડના જોસ બટલર, જેસન રોય, એલેક્સ હેલ્સ, જોની બેયરસ્ટો અને ઇયોન મોર્ગન ભારે ફોર્મમાં છે અને બેન સ્ટોક્સ એ ટીમનો મજબુત આધાર છે.

ભારતના સીનીયરો વિરાટ કોહલી,એમ એસ ધોની અને રોહિત શર્મા સિવાય કે એલ રાહુલ અને સ્પીનરો યજુર્વેદ ચહલ અને કુલદીપને પણ ટીમનો મુખ્ય આધાર માનવામાં આવે છે.

આ સીરીઝમાં ઈંગ્લેન્ડ જો લાંબા અંતરથી વિજય મેળવે તો તે ટોચ પર તેની સ્થિતિ મજબુત કરી દેશે અને તેના ૧૦ પોઈન્ટમાં વધારો થઈ જશે.  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી ૧૨ જુલાઈથી શરુ થઈને ૧૭ જુલાઈએ સમાપ્ત થશે.

આ દરમિયાન ઝિમ્બાબ્વે પાંચ મેચ માટે પાકિસ્તાનની યજમાની કરશે. આ મેચ ૧૩ જુલાઈથી ૨૨ જુલાઈ વચ્ચે રમાશે. જ્યારે વેસ્ટઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે પણ ૨૨થી ૨૮ જુલાઈ દરમિયાન ત્રણ વન-ડે મેચ રમાવાની છે. તો શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૨૯ જુલાઈથી ૧૨ ઓગસ્ટ વચ્ચે પાંચ વન-ડે મેચ રમાવાની છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.