ભારતે ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું,સીરીઝ 1-1થી બરોબરી પર,કૃણાલ પંડ્યાનો અનોખો રેકોર્ડ|ScoreBoard

કૃણાલ પંડ્યાએ 3 વિકેટો ઝડપી હતી.
By: Monika Vyas   PUBLISHED: Fri, 08 Feb 2019 16:31:52 +0530 | UPDATED: Sun, 10 Feb 2019 01:20:19 +0530


ઓકલેન્ડ

ઓકલેન્ડમાં ભારતે ન્યુઝીલેન્ડને બીજી ટી 20 મેચમાં સાત વિકેટે આસાનીથી હાર આપી હતી.ન્યુઝીલેન્ડે પહેલી બેટીંગ કરતાં 8 વિકેટે 158 રન કર્યા હતા જેને ભારતે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 162 રન કરી ન્યુઝીલેન્ડે આપેલો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો. આ જીત સાથે ભારતે પ્રથમ વાર ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું હતું.

ભારત અને ન્યુઝીલેન્ડ ટી 20 સીરીઝમાં 1-1થી બરોબરી પર છે. આ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રવિવારે હેમિલ્ટન ખાતે રમાશે.

આ મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ન્યુઝીલેન્ડ તરફથી સી ડે ગ્રાન્ડહોમે 28 બોલમાં 50 રન ફટકાર્યા હતા,જ્યારે રોઝ ટેલરે 42 રન કર્યા હતા.

ભારત તરફથી ખલિલ અહેમદે 2 વિકેટો લીધી હતી.

ભારત માટે ઓપનર્સ 9.2 ઓવરમાં 79 રનની ભાગીદારી કરી મેચમાં ફક્ત ઔપચારિકતા બાકી રાખી હતી. કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં 50 રન કર્યા હતા જયારે શિખર ધવન(30) અને ઋષભ પંતે (40) રન  રનનું યોગદાન આપતા ભારતનો વિજય સરળ થયો હતો.ધોનીએ પણ અણનમ 20 રન કર્યા હતા.

કિવિઝ માટે લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી અને ડેરેલ મિશેલે 1-1 વિકેટ લીધી હતી.

કૃણાલ પંડ્યાની નવી સિદ્ધી

ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20માં ફ્લોપ રહેનાર ક્રુણાલ પંડ્યાએ ઓકલેન્ડમાં બીજી ટી-20માં શાનદાર વાપસી કરી હતી. ક્રુણાલે બીજી ટી-20માં 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ભારતની જીતમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. ક્રુણાલે કેન વિલિયમ્સન, કોલિન મુનરો અને ડેરેલ મિચેલને આઉટ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વિકેટ ઝડપી ક્રુણાલે એક ખાસ સિદ્ધિ મેળવી છે. ક્રુણાલ ન્યૂઝીલેન્ડમાં ટી-20 મેચમાં 3 વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો છે.

 સ્કોરબોર્ડ

M


Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.