IND Vs Aus : રોહિત શર્માની તોફાની સદી છતાં ભારતનો 34 રને પરાજય,ધોનીએ કરી કંગાળ ધીમી બેટિંગ | Scoreboard

ભારતનો પહેલી વન-ડેમાં પરાજય થયો
By: Monika Vyas   PUBLISHED: Sat, 12 Jan 2019 18:05:10 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:36:06 +0530


સિડની

સિડનીમાં રમાયેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વન ડેમાં ભારતનો પરાજય થયો છે.પહેલો દાવ લેતા  ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી અપાયેલા 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 254 રન બનાવ્યા હતા. ભારતની હારમાં રોહિત શર્માની તોફાની સદી એળે ગઇ હતી.રોહિત શર્માએ 6 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 133 રન ફટકાર્યા હતા પણ તેને ધોનીને બાદ કરતાં કોઇ ટેકો નહોતો મળ્યો.

જો કે ધોનીએ અત્યંત ધીમી સદી ફટકારતા 96 બોલ રમીને માત્ર 51 રન કર્યા હતા અને ટીમ ઈન્ડિયાએ 34 રને હારનો સામનો કરવો પડ્યો હતો.


 રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ પહેલો દાવ લેતા 5 વિકેટે 288 રન કર્યા હતા.ઓસ્ટ્રેલિયા તરફથી હેન્ડ્સકોમ્બે 61 બોલમાં 73 રન કર્યા હતા.જ્યારે ઉસ્માન ખ્વાજાએ 59 રન અને શોન માર્શે 54 રન કર્યા હતા.

ભારત તરફની કુલદીપ યાદવે અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટો લીધી હતી.

ભારતની ઇનિગ્સની શરૂઆત બહુ ખરાબ રહી હતી અને તેના સ્ટાર બેસ્ટમેનો શીખર ધવન(0),વિરાટ કોહલી(3) અને અંબાતી રાયડુ(0)રને પેવેલેયીન ભેગા થયા હતા.ભારતની પહેલી ત્રણ વિકેટો માત્ર 4 રનમાં પડી હતી.ધોનીએ પણ કંગાળ રીતે ધીરી રમત રમી (51) હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી જે રિચાર્ડ્સને 4 વિકેટો લીધી હતી.

ભારતનો 34 રને પરાજય થયો હતો.


Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.