ડુ પ્લેસીસ દ.આફ્રિકા ટીમની ત્રણેય ફોર્મેટમાં કરશે કપ્તાની

બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીમાં ડુ પ્લેસીસની કપ્તાનીમાં રમશે આફ્રિકા
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 13:38:14 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 13:38:14 +0530

ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા લેવાયો નિર્ણય

એબી ડિવીલીયર્સ દ્વારા વન-ડે ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ અપાયા બાદ દક્ષિણ આફ્રિકાએ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ ફાફ ડુ પ્લેસીસને સોંપી દીધી છે. તે બાંગ્લાદેશ સામે ઓક્ટોબર મહિનામાં રમાનાર ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ સંભાળશે. ઓટીસ ગિબ્સનને ટીમના હેડ કોચ બનાવાયા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત બાંગ્લાદેશનો સામનો કરશે.

ઈંગ્લેન્ડના પ્રવાસમાં તેમજ ચેમ્પિયન ટ્રોફીમાં દક્ષિણ આફ્રિકાની ટીમના ખરાબ પ્રદર્શનને લઈને એબી ડિવીલીયર્સ ટીકાકારોના નિશાને હતો. જેથી કંટાળીને આખરે તેણે ગત મહિને દક્ષિણ આફ્રિકાની વન-ડે ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ આપી દીધુ હતું. અવાર નવાર ડિવીલીયર્સની ગેરહાજરીમાં  આફ્રિકાની વન-ડે ટીમની કમાન સંભાળી ચુકેલ ડુ પ્લેસીસ પહેલાથી જ દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ અને ટી-૨૦ ટીમની કેપ્ટનશીપ સંભાળતો હતો. ત્યારે હવે તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવી દેવાયો છે.

મહત્વનુ છે કે ડિવીલીયર્સે ૧૦૩ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરી હતી. જેમાંથી તેણે ૫૯ મેચમાં પોતાની ટીમને જીત અપાવી હતી. જ્યારે ૩૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ડુ પ્લેસીસની વાત કરવામાં આવે તો તે અત્યાર સુધી ૯ વન-ડે મેચમાં ટીમની કમાન સંભાળી ચુક્યો છે. જેમાંથી ૮ મેચમાં ટીમને જીત મળી છે. અત્યારે ૩૩ વર્ષીય ડુ પ્લેસીસ પાકિસ્તાન સામે વર્લ્ડ ઈલેવન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.