સાઉથ આફ્રિકાની સ્ટાર મહિલા ક્રિકેટરોએ કર્યા સજાતીય લગ્ન

સાઉથ આફ્રિકાની કેપ્ટન ડેન વૈન નીકેર્કએ પોતાની ટીમની ક્રિકેટર મૈરીજાન કેપ સાથે લગ્ન કર્યા
By: Monika Vyas   PUBLISHED: Mon, 09 Jul 2018 20:53:03 +0530 | UPDATED: Mon, 09 Jul 2018 21:45:38 +0530


પ્રોટેસિયા

સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ડેન વૈન નીકેર્કએ પોતાની ટીમની જ બીજી મહીલા ક્રિકેટર મૈરીજાને કૈપ સાથે લગ્ન કરી લીધા છે.આ અગાઉ ન્યુઝીલેન્ડની ક્રિકેટરો  એમી સેટર્થવેઇટ અને લીઆ તહુહુએ આવી રીતે સજાતીય લગ્ન કર્યા હતા.એ પછી બીજી મહિલા ક્રિકેટરોએ આવા લગ્ન કર્યા છે.

મૈરીજાને કૈપ સાઉથ આફ્રિકાની ટીમમાં ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર તરીકે રમે છે જયારે ૨૫ વર્ષીય વૈન નીકેર્ક સ્પીન બોલિંગ ઓલરાઉન્ડર છે. આ બન્ને મહિલા ક્રિકેટરો  શનિવારે લગ્ન કરી લીધા છે આ લગ્નમાં બંનેના નજીકના દોસ્તો, પરિવાર અને આફ્રીકાના ખેલાડીઓની હાજરી હતી.લગ્ન કર્યા બાદ બંને ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકો કહ્યું કે I Do  On Saturday

મેરીજાન કેપે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇમોજી સાથે રીંગ મુકી હતી.

એક ઘટાદાર વૃક્ષની નીચે બંને મહિલાઓએ એકબીજાને રીંગ પહેરાવી હતી અને પેપર્સ સાઇન કર્યા હતા.કેપ અને વેને શોર્ટ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો.

સાઉથ આફ્રિકાની આ બને સ્ટાર ખેલાડી ઇન્ટર નેશનલ ક્રિકેટ સિવાય બીગ બેશ ક્રિકેટમાં પણ એકસાથે રમે છે. હાલમા જ બન્ને ખેલાડીઓ સાઉથ આફ્રિકાની ટીમ સાથે બ્રિટન શ્રેણી પર હતી જ્યાંથી આ ટીમ વનડે અને T20 મેચ રમી ને પછી ફરી છે.

વેન નીકેર્ક સાઉથ આફ્રિકા વતી ટી20માં હાઇએસ્ટ 1469 રન કર્યા છે,જ્યારે કેપે 600 રન ફટકાર્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.