હવે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવા વધુ નાણાં ચુકવવા પડી શકે છે

મલ્ટીપ્લેક્સમાં ફુડ અને બેવરેજ લઈ જવાની મંજુરી મળી જશે તો ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવશે
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:18:00 +0530 | UPDATED: Sat, 11 Aug 2018 19:52:04 +0530

ટૂંક સમયમાં ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થશે

જો તમે મોટાભાગે ફિલ્મો મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં જોવાનુ પસંદ કરો છો તો હવે આગામી સમયમાં તમારા પર વધુ મોંઘવારીનો બોજો પડી શકે છે. મલ્ટીપ્લેક્સમાં જો ખાણી-પીણીનો સામાન લઈ જવાની મંજુરી મળી જશે તો આ માટે પહેલા કરતા ૨૦થી ૪૦ ટકા સુધી વધુ નાણાં ચુકવવા પડશે. મલ્ટીપ્લેક્સમાં ફુડ અને બેવરેજ લઈ જવાની મંજુરીને લઈને બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, જો ફૂડ અને બેવરેજને મલ્ટીપ્લેક્સમાં લઈ જવાની મંજુરી મળી જાય છે તો મલ્ટીપ્લેક્સને ફુુડ અને બેવરેજના કારોબારથી મળતા રેવન્યુમાં ઘટાડો આવશે, જેની ચુકવણી મલ્ટીપ્લેક્સવાળા નિશ્ચિત રુપથી ટિકિટના ભાવ વધારીને કરશે. એટલે કે જો અત્યારે સિનેમાની ટિકિટ માટે તમે ૨૦૦ રુપિયા ચુકવો છો તો આપને આ ટિકિટ  ૨૪૦-૨૮૦ રુપિયા સુધી પડી શકે છે.

પીવીઆર જેવા મોટા મલ્ટીપ્લેક્સના કુલ બિઝનેસમાં ફુડ અને બેવરેજની ભાગીદારી ૩૦ ટકાથી વધુ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ૨૦૧૮-૧૯ની પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જુન)માં પીવીઆરે ૬૮૪.૩૬ કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો અને તેમાં ફુડ અને બેવરેજની ભાગીદારી ૨૦૨.૭૧ કરોડ રુપિયા હતી.

સુત્રોના જણાવ્યા મુજબ, ઘણા એવા દર્શકો હોય છે જે મલ્ટીપ્લેક્સમાં ફુડ અને બેવરેજ મોંઘા હોવાના કારણે માત્ર ફિલ્મ જ જુએ છે, કંઈ ખાતા-પીતા નથી. પરંતુ જો ફુડ અને બેવરેજ અંદર લઈ જવાની મંજુરી મળે તો નિશ્ચિતરુપથી ટિકિટની કિંમત વધશે, જેની કિંમત તમામ દર્શકોએ ચુકવવાની રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.