ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સરકાર આપશે સબસીડી

સબસીડી માટે પોતના વર્તમાન વાહનને સરકારને ભંગારમાં સોપીને નવીન ઈલેક્ટ્રીક વાહનની ખરીદી કરવાની રહેશે
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 13:49:47 +0530 | UPDATED: Wed, 16 May 2018 13:49:47 +0530

૩૦ હજારથી લઈ ૨.૫ લાખ સુધીની સબસીડી

દેશમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર ટુકં સમયમાં જ મોટી યોજનાની જાહેરાત કરી શકે છે. જુના વાહનો ભંગારમાં આપીને નવા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સરકાર સબ્સીડી આપવાની યોજના બનાવી રહી છે. પેટ્રોલ  ડિઝલ છોડીને ઈલેક્ટ્રીક કાર ખરીદનાર વ્યક્તિને સરકાર ૨.૫ લાખ રૂપિયા સુધીની મદદ કરી શકે છે. જ્યારે ૧.૫૦ લાખ રૂપિયા સુધીની કિમતના ટુ-વ્હીલર વાહનોની ખરીદી પર સરકાર ૩૦ હાજાર રૂપિયા સુધીની સબસીડી આપી શકે છે.

સરકારે આ માટે ડ્રાફ્ટ નિતી તૈયાર કરી લીધી છે. ટેક્સીના સ્વરૂપે ચલાવવામાં આવનાર ૧૫ લાખ રૂપિયા સુધીની ઈલેક્ટ્રીક કારની ખરીદી પર સરકાર ૧.૫ લાખથી ૨.૫ લાખ રૂપિયા સુધીની મદદ કરશે. જો કે આ સબસીડી પ્રી-બેસ વાહનોને ભંગારમાં આપીને અંગત ઉપયોગ માટે ઈલેક્ટ્રીક કારની ખરીદી પર જ આપવામાં આવશે. તેના માટે અપ્રીવ્ડ સ્ક્રેપિંગ સેન્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવવાનુ રહેશે.

આ યોજના ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે ફાળવેલ ૯,૪૦૦ કરોડ રૂપિયાના સ્પેશ્યલ પેકેજનો એક ભાગ છે. લોકોને ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સરકાર પાંચ વર્ષમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માંગે છે. આ ઉપરાંત ૧૦૦૦ કરોડના ખર્ચે સરકાર દેશભરમાં ચાર્જીન્ગ સ્ટેશન બનાવવા માંગે છે.

દેશના તમામ મેટ્રો સ્ટેશનમાં ૯ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ઓછામાં ઓછુ એક ચાર્જીંગ સ્ટેશન મળી રહે તેવી સરકારની યોજના છે. આ માટે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા અને સ્માર્ટ સીટી અંતર્ગત પસંદ કરવામાં આવેલ તમામ શહેરોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક હાઈ-વે પર દર ૨૫ કિમીએ એક ચાર્જીંગ સ્ટેશનની વ્યવસ્થા કરાશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.