સોનમ કપૂરે નવી ફિલ્મમાં ખુબ મહેનત કરી : રિપોર્ટ

બોક્સ ઓફિસ ઉપર પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો
By: admin   PUBLISHED: Mon, 04 Feb 2019 23:51:54 +0530 | UPDATED: Mon, 04 Feb 2019 23:51:54 +0530

પિતા અનિલ કપૂરે પણ સોનમ કપૂરની પ્રશંસા કરી

એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. આ સંદર્ભમાં માહિતી આપતા બોલીવુડ સુપર સ્ટાર અનિલ કપૂરે કહ્યું છે કે, ફિલ્મમાં કામ કરવા સોનમ કપૂરે ખુબ મહેનત કરી છે. અનિલ કપૂરનું કહેવું છે કે, તેની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂર પહેલાથી જ પોતાની લાઇફમાં હાર્ડવર્કિંગ રહી છે. તેના હાર્ડવર્કના કારણે જ તે બોલીવુડમાં સફળ અભિનેત્રી તરીકેની સિદ્ધિ હાંસલ કરી શકી છે.

અનિલ કપુરનું કહેવું છે કે, તે ખુબ જ ગંભીર વ્યક્તિ પૈકીની એક તરીકે છે. તે કોઇપણ રોલને ન્યાય આપવા માટે તમામ મહેનત કરે છે. એક લડકી કો દેખા તો ઐસા લગા નામની ફિલ્મ રજૂ થઇ ચુકી છે. આ ફિલ્મને ચાહકો તરફથી સારી પ્રતિતક્રિયા મળી રહી છે. શુક્રવારના દિવસે રજૂ કરવામાં આવેલી આ ફિલ્મનું નિર્દેશન શૈલી ચોપડા દ્વારા કરવામાં આવ્યું છે. વિદુ વિનોદ ચોપડા દ્વારા મદદ કરવામાં આવી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, જુહી ચાવલા, સીમા અને બ્રિજેન્દ્ર કાલાએ ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ ભારતમાં સજાતિય સંબંધો ધરાવતા લોકોની જટિલ લાઇફને દર્શાવવામાં આવી છે.

 અનિલ કપુરનું કહેવું છે કે, વો સાત દિન ફિલ્મ મારફતે પોતાની કેરિયર શરૂ કરી હતી. આ ફિલ્મમાં તે પટિયાલાથી આવે છે અને મ્યુઝિક ડિરેક્ટર બને છે. આ ફિલ્મમાં એક નવી પટકથા રજૂ થઇ છે જે તમામ ચાહકોને ગમી જશે. તેને લઇને જે પણ પ્રકારની અટકળો ચાલી રહી છે તેને લઇને તમામ વિવાદ દૂર થશે. કોઇપણ અભિનેતા માટે આ ફિલ્મમાં કામ કરવાની બાબત એટલી સરળ ન હતી. વિદુ વિનોદ ચોપડા દ્વારા નિર્મિત આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી શકે છે. આ વર્ષની તે સૌથી અસરકારક ફિલ્મ સાબિત થશે તેમ અનિલ કપૂર માને છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.