માતાઓએ બદલવી પડશે પોતાની વિચારધારા : સોનમ

આપણે દેશની મહિલાઓ છીએ જે દેશની તાકાતવર સમુદાય છે, પરંતુ છતાં ક્યાંક વિચારો બદલવાની જરુર
By: admin   PUBLISHED: Sat, 17 Nov 2018 21:47:25 +0530 | UPDATED: Sat, 17 Nov 2018 21:47:25 +0530

બોલીવુડ અભિનેત્રીનું નિવેદન

સોનમ કપૂર બોલીવુડની એ અભિનેત્રીઓ પૈકીની એક છે જે લિકથી હટીને ચાલવામાં વિશ્વાસ રાખે છે. હાલના દિવસોમાં તે મીટૂ કેમ્પેઈનને લઈને ઘણી ગંભીર જોવા મળી છે.  તે કહે છે કે, મને લાગે છે કે મારા પરિવારમાં મહિલાઓ દરેક વસ્તુમાં આગળ રહે છે. તે તાકાતવર છે, બોલી શકે છે, તેમને અવગણી શકાય તેમ નથી.

સોનમે જણાવ્યુ કે, મારી માતાએ હાલમાં જ મને કહ્યુ હતું કે, જ્યારે તારી પાસે બહુ વધારે હોય તો ત્યારે ઊંચી દિવાલો બનાવવાની જગ્યાએ મોટા ટેબલ તૈયાર કરાવવા જોઈએ, આ ખૂબ જ મોટી વાત છે.

સોનમે જણાવ્યુ કે, હું બહુ નસીબદાર છું કે આવા સંબંધીઓ વચ્ચે મોટી થઈ, જે ડિનર ટેબલ પર મહિલાઓને નીચે જોવા અથવા ચુપ રહેવાનુ નથી કહેતી. તે જ સેફ્ટી નેટ, એ સ્પોટલાઈટ અને સ્ટેજ જ હતો જેનાથી અમને અમારી વાત રજુ કરવા પ્રોત્સાહિત કર્યા.

અભિનેત્રીએ જણાવ્યુ કે, મીટુ શહેરોનુ જ કેમ્પેઈન નથી રહ્યુ, આ સમગ્ર દેશમાં થઈ રહ્યુ છે. નાના શહેરો અને ગામમાં પણ જ્યાં વ્યક્તિ બધુ છે. આપણે મહિલાઓ છીએ અને દેશની શક્તિશાળી સમુદાય છીએ, પરંતુ આપણી મેન્ટાલિટી એજ છે કે જો મહિલાઓ માસિકમાં હોય તો તેમને મંદિરમાં ન ઘુસવા દે. સોનમે જણાવ્યુ કે, દેશની માતાઓએ પોતાની વિચારધારા બદલવી પડશે.

Post Your Comment

Your Comments

Online Poll

3 રાજ્યોમાં થયેલાં વિજયનો લાભ કોંગ્રેસને જસદણની પેટાચૂંટણીમાં મળશે ?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.