એલર્ટ: બાળકોમાં હાર્ટની તકલીફ વધારી શકે છે સોફ્ટ ડ્રિન્કસ

સોફ્ટ ડ્રિન્કસ ઘાતક બની શકે
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 14:14:35 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 14:14:35 +0530

તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અને ચેતવણીરૂપ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સોફ્ટ ડ્રિક્સ બાળકોમાં હાર્ટના રોગ માટે કારણરૂપ બની શકે છે. નિયમિત રીતે સોફ્ટ ડ્રિક્સ પીનાર બાળકોમાં હાર્ટ એટેક અથવા તો હાર્ટ સાથે સંબંધિત અન્ય તકલીફો ઊભી થવાનો ખતરો વધી જાય છે. સંશોધકોએ વ્યાપક અભ્યાસમાં આ મુજબના તારણો આપ્યા છે. સંશોધકોમાં ભારતીય મૂળના એક વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થાય છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રીતે સોફ્ટ ડ્રિક્સ પીનાર બાળકોમાં સોફ્ટ ડ્રિક્સ નહીં પીનાર બાળકોની સરખામણીમાં કાર્ડિયોવેસ્ક્યુલરનો ખતરો વધારે રહે છે.

આમા જણાવવામાં આવ્યું છે કે સુગરને જાળવી રહેતા સોફ્ટ ડ્રિક્સનો વધુ જથ્થો લેનાર બાળકોમાં ૧૨ વર્ષની વયમાં જ કાર્ડિયોવેસ્ક્યુલર રોગના લક્ષણો દેખાઈ આવે છે. અભ્યાસના તારણોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. યુનિવર્સિટી ઓફ સિડનીમાં સેન્ટર ફોર વિઝન રિસર્ચમાં સંશોધકોએ ૨૦૦૦થી વધુ ૧૨ વર્ષથી ઉપરના વયના બાળકોને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરી હતી.

આમા જાણવા મળ્યું કે વધુ પ્રમાણમાં અને નિયમિત રીતે સોફ્ટ ડ્રિક્સ પીનાર બાળકોમાં ખતરો વધારે રહે છે. અભ્યાસનું નેતૃત્વ કરનાર બામીની ગોપીનાથે કહ્યું છે કે સોફ્ટ ડ્રિક્સમાં કેટલાક એવા તત્વો હોય છે જે ખતરારૂપ બની શકે છે. કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ આમા રહે છે. દિવસમાં એક અથવા વધુ ગ્લાસ સોફ્ટ ડ્રિક્સ પીનાર બાળકોમાં જોખમ વધી જાય છે.

અલબત્ત આ અભ્યાસમાં હજુ આગળ વધવાની જરૂર છે. સિડની મોર્નિંગે ગોપીનાથને ટાકીને અહવેલા પ્રકાશિત કર્યા છે. અભ્યાસના તારણો માતા-પિતા અને બાળકોને ચેતવણી સમાન છે. કાર્બોહાઈડ્રેટ અને ખાંડનું પ્રમાણ ઘટાડી દેવા ચેતવણી આપવામાં આવી છે. આનાથી એકંદરે કોર્ડિયોવેસ્ક્યુલરનો રોગનો ખતરો ઘટી જાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.