રાજકુમાર અને શ્રદ્ધાની જોડી પ્રથમવાર એકસાથે દેખાશે

રાજકુમાર રાવ સાથે કામ કરવાને લઈ શ્રદ્ધા ઉત્સાહિત
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 14:52:58 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 14:52:58 +0530

બન્ને હોરર કોમેડી ફિલ્મમાં કરશે કામ

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ સતત પોતાની અભિનય ક્ષમતાના બળ પર લોકોને દિવાના બનાવી રહ્યો છે. તે અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરીને પોતાનુ નામ કમાવી રહ્યો છે ત્યારે હવે રાજકુમાર રાવ ટૂંક સમયમાં એક હોરર કોમેડી ફિલ્મમાં કામ કરતો નજરે પડશે. 

અભિનેત્રી શ્રદ્ધા કપુરે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે, રાજ અને ડીકેની હોરર કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ અને તે એકસાથે કામ કરી રહ્યા છે. શ્રદ્ધાએ ટિ્‌વટમાં વધુમાં જણાવ્યુ કે, મને એ વાતનો આનંદ છે કે હું પોતાના ફેવરીટ એક્ટર પૈકી એક એવા રાજકુમાર રાવ સાથે કામ કરવા જઈ રહી છું. રાજ અને ડીકે આ હોરર ફિલ્મનું ડાયરેક્શન કરશે. 

મહત્વનુ છે કે પ્રથમ વખત એવુ બનશે કે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપુરની જોડી ફિલ્મી પડદે એકસાથે જોવા મળશે.  આ પહેલા રાજકુમાર રાવની ચાલુ વર્ષે ફિલ્મ ન્યૂટન રીલીઝ થઈ હતી. જે માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. તેમજ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ હતી. જ્યારે શ્રદ્ધા કપુરની આ વર્ષે રીલીઝ થયેલ હસીના પાર્કર અને ઓકે જાનુ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. જ્યારે ડાયરેક્ટર રાજ અને ડીકેએ ગો ગોવા ગોન ફિલ્મ બનાવી હતી. જે ભારતની પ્રથમ ઝોમ્બી ફિલ્મ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.