ખરાબ ઈશારા કરનારને મેં સબક શિખવાડ્યો હતો : શ્રદ્ધા

હું સ્કુલમાં ભણતી હતી ત્યારે મારી ઘરની બહાર એક અજાણ્યો શખ્સ મને જોઈને ખરાબ ઈશારા કરતો : શ્રદ્ધા
By: admin   PUBLISHED: Wed, 08 Aug 2018 13:14:12 +0530 | UPDATED: Wed, 08 Aug 2018 13:14:12 +0530

અભિનેત્રી શ્રદ્ધા કપુરે કર્યો ખુલાસો

આશિકી-૨, એક વિલન અને હૈદર જેવી સફળ ફિલ્મો આપી ચુકેલ અભિનેત્રી શ્રદ્ધા કપુરની ઓકે જાનુ અને હસીના ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. ત્યારે હવે શ્રદ્ધા આગામી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીમાં નજરે પડવાની છે, જેમાં તે મહિલાઓને નબળી માનતા પુરુષોને દર્દનો અહેસાસ કરાવશે.

પોતાની ફિલ્મ અંગે વાત કરતા શ્રદ્ધાએ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા અને અભિનેત્રીની ફીમાં અંતર જેવા ઘણા પ્રકારના ભેદભાવ અંગે પુછાયેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે, મને એટલી ખબર નથી કે અભિનેતાને કેટલી ફી મળે છે અને અભિનેત્રીઓને કેટલી ફી મળે છે. હું મારા અનુભવના આધારે કહુ તો મને ઈન્ડસ્ટ્રીની સારી વાત એ લાગે છે કે આજે અભિનેત્રીઓને પણ એટલુ કામ મળી રહ્યુ છે. અહીં અભિનેતાવાળી ફિલ્મો છે તો અભિનેત્રીઓ માટે પણ એવા ઘણા રોલ છે જે ફિલ્મમાં પોતાની છાપ છોડી જાય છે. 

શ્રદ્ધાએ સમાજમાં મહિલાઓ અને યુવતિઓ સાથે થતા બનાવો અંગે વાત કરતા જણાવ્યુ કે, હું જ્યારે સ્કુલમાં હતી, તે સમયે અમારી નાની શોર્ટ યુનિફોર્મ હતી. હું સ્કુલથી નીકળીને ઘર જવા માટે પોતાની કાર તરફ જઈ રહી હતી કે ત્યાં એક અજાણ્યો છોકરો આંટા મારતો હતો, જેણે મને જોઈને કિસનો અવાજ નિકાળ્યો અને મારી છેડતીનો પ્રયત્ન કર્યો. પણ મેં તેને ત્યાં જ લતાડી દીધો. ત્યારબાદ તે બીજી વખત ત્યાં જોવા ન મળ્યો.  જેથી જો તમારી કોઈ છેડતી કરે છે તો તમારે અવાજ ઉઠાવવો પડશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.