હું હજી આંટી ટાઈપની નથી લાગતી : અભિનેત્રી શિલ્પા

હું આંટી ટાઈપની ન લાગતી હોવાથી શોના ટાઈટલને જસ્ટીફાઈ કરી શકુ તેમ નથી : શિલ્પા શેટ્ટીની સ્પષ્ટતા
By: admin   PUBLISHED: Fri, 08 Sep 2017 19:09:16 +0530 | UPDATED: Fri, 08 Sep 2017 19:22:30 +0530

પોતાનો ટીવી શો હોસ્ટ ન કરવા મુદ્દે શિલ્પાની સ્પષ્ટતા

પોતાના હેલ્થ અને બોડી ફિટનેસને લઈ હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ટીવી પ્રોડ્યુસર તરીકે પોતાનો પ્રથમ શો આંટી બોલી લગાઓ બોલી લઈને આવી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે આ દેશનો પ્રથમ લાઈવ ગેમ શો છે. જેમાં દરેક એપીસોડમાં લોકોને એક કાર જીતવાની તક રહેશે. જ્યારે શિલ્પાને પૂછવામાં આવ્યુ કે તે આ શોને હોસ્ટ કેમ નથી કરી રહી? તો તેનુ કહેવુ હતું કે અત્યારે હું રીયાલીટી ડાન્સ શો સુપર ડાંસર-૨માં જજ તરીકે ભુમિકા ભજવી રહી છું અને આમ પણ હજી હું આંટી જેવી લાગતી નથી. તેથી આ શો હું હોસ્ટ કરવાનુ સાહસ ન કરી શકું. આ શોના ટાઈટલને જસ્ટીફાઈ કરવા માટે તેના હોસ્ટ કરવા માટે કોઈ આંટી જેવી મહિલાની પસંદગી થાય તે જરૂરી હતું, જેથી અર્ચના પુરણસિંહની આ શોની હોસ્ટ તરીકે પસંદગી કરાઈ છે.

શિલ્પા શેટ્ટીએ જણાવ્યુ હતું કે લાઈવ શોમાં દર્શકોને બાંધી રાખવાનુ કામ ખૂબ મુશ્કેલ છે પણ અર્ચના આ કામમાં માહેર છે અને તેની પાસે બહોળો અનુભવ પણ છે. જેથી હોસ્ટ તરીકેની જવાબદારી તેને સોંપવામાં આવી છે.

શિલ્પા શેટ્ટીએ જણાવ્યુ હતું કે, આ શોના તમામ આર્થિક અને કાયદાકીય બાબતની જવાબદારી રાજ કુંદ્રા સંભાળશે. જ્યારે ક્રિએટીવ પાર્ટની જવાબદારી મારી રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.