કોંગ્રેસ અને ભાજપ બન્નેથી ગુજરાતીઓ દુઃખી : વાઘેલા

કોંગ્રેસે હાર્દિક, જિગ્નેશ, અલ્પેશને ટિકિટ આપવી હતી તો મહિના પહેલા જ જાહેરાત કરવી જોઈતી હતી :વાઘેલા
By: admin   PUBLISHED: Tue, 28 Nov 2017 22:04:50 +0530 | UPDATED: Wed, 29 Nov 2017 21:50:35 +0530

અમે લોકોને ત્રીજો વિકલ્પ આપ્યો : વાઘેલા

ગુજરાતના રાજકારણમાં અચાનક હાંસિયામાં ધકેલાઈ ગયેલ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ બન્ને પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે આજે ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસ બન્નેથી દુઃખી છે જેથી અમે તેમને ત્રીજો વિકલ્પ આપ્યો છે. રાહુલના સોફ્ટ હિંદુત્વ પર કટાક્ષ કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે રાહુલે એક વાત સમજવી જોઈએ કે જો મતદાતાઓએ હિંદુત્વને જ જીતાડવુ હોય તો ભાજપ શું ખોટુ છે? જો કોઈને મંદિર જવુ હોય તો તે રોજ જાય, માત્ર ચુંટણી સમયે જ કેમ?

વાઘેલાએ જીએસટી અંગે જણાવ્યુ હતું કે કોઈપણ કાયદો લોકોના ભલા માટે હોવો જોઈએ. જીએસટી એક વર્ષ માટે સ્થગિત કરી દેવો જોઈએ. તેમજ તેમાં જરૂરી પરિવર્તન કર્યા બાદ જ તેનો અમલ થવો જોઈએ. તેમજ કોંગ્રેસે પણ વિચારવુ જોઈએ કે દરેક વખતે તેની હાર કેમ થાય છે. એક-બે સીટ ગુમાવવી પડે તો પણ પાર્ટીએ સ્થાનિક મુદ્દાઓ પર રાજકારણ રમવુ જોઈએ, તો તેમને સફળતા મળી શકે તેમ છે.

વાઘેલાએ જણાવ્યુ હતું કે, જો કોંગ્રેસે હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશને ચુંટણી લડાવવી જ હતી તો તેની જાહેરાત એક મહિના પહેલા કરવી જોઈતી હતી. રાહુલ એક સારો માણસ છે પરંતુ પ્રદેશ નેતાઓ તેને છેતરી રહ્યા છે. છેલ્લા સમયે ટિકિટની જે રમત રમાઈ તેનાથી કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા વાઘેલાએ જણાવ્યુ હતું કે તેમની રેલીઓ માત્ર માર્કેટિંગ છે, વાસ્તવમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટી ચોર છે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.