ઝીરો ફિલ્મમાં શાહરૂખ સામે સીખો રોષે ભરાયા,કરી પોલિસ ફરિયાદ

શાહરુખ ખાન ગત્ર કિરપાણ પહેરીને ઉભો છે
By: admin   PUBLISHED: Tue, 06 Nov 2018 16:54:39 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 16:58:15 +0530

રીલીઝ પહેલા જ ઝિરો ફિલ્મ મુશ્કેલીમાં


દિલ્હી

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઝીરો રીલીઝ પહેલા જ વિવાદમાં સપડાઈ ગઈ છે. દિલ્હી સીખ ગુરૂદ્રારા મેનેજમેન્ટ કમિટીના મંજિંદર સિંહ સિરસાએ શાહરુખ ખાન અને અન્યો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી છે.મંજિંદરસિંહે ફિલ્મ ઝીરો પર સિખોની ભાવનાને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

ઝીરો ફિલ્મના પોસ્ટરમાં જોવા મળે છે તેમ શાહરૂખ ખાન ગત્ર કિરપાણ પહેરીને ઉભેલો જોવા મળે છે.આ પોસ્ટર પર દિલ્હી સિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને અન્ય સિખ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે.  મંજીંદરસિંહે પોલિસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ કેમુવીમાં શાહરુખ ખાન ગત્ર કિરપાણ પહેરીને ઉભો છે અને આ કિરપાણ માત્ર અમૃતધારી સીખ જ ધારણ કરી શકે છે.શાહરૂખના આ કૃત્યથી સીખ સમુદાયમાં રોષ વ્યાપ્યો છે.આ મુવીનો પ્રોમો તાત્કાલિક અટકાવવામાં આવે.


મંજીંદરસિંહની ફરિયાદમાં શાહરૂખે સીખોની મર્યાદા તોડી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં શાહરૂખ સહિત ફિલ્મના ડાયરેક્ટર સામે એફઆઇઆર કરવાની પણ રજુઆત કરવામાં આવી છે.

આનંદ એલ રાયના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ઝીરોનું ટ્રેલર ૨ નવેમ્બરે રીલીઝ કરવામાં આવ્યુ હતું. તેમજ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.