એરલિફ્ટના ફિલ્મસર્જક સાથે કામ કરશે શાહિદ

શાહિદ કપુર સમક્ષ ફિલ્મની સ્ક્રિપ્ટ મુકી
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 16:08:52 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 16:08:52 +0530

મુંબઈ,

ટોચના ફિલ્મસર્જક સંજયલીલા ભણસાલીની ફિલ્મમાં કામ કર્યા બાદ શાહિદ કપુર રાતો રાત વ્યસ્ત કલાકાર પૈકીનો એક બની ગયો છે. ત્યારે હવે તેને ધાર્યા કરતા ઘણી ઓફર મળી રહી છે. તાજેતરમાં તે નારાયણસિંહની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. દરમિયાન તેને તમાસા ફૈમ ઈમ્તિયાઝ અલીની ફિલ્મની ઓફર મળી હતી. પરંતુ વાત આગળ ચાલી નહતી. ત્યારે હવે તેણે જાણીતા ફિલ્મસર્જક રાજાકૃષ્ણન મેનનની ફિલ્મની ઓફર મળી છે. 

રાજાકૃષ્ણન મેનન આ પહેલા અક્ષયકુમાર સાથે એરલિફ્ટ અને સૈફ અલી ખાન સાથે શેફ ફિલ્મ કરી ચુક્યા છે, જેમાં એરલિફ્ટ સુપરહિટ નીવડી હતી. ત્યારે હવે તેમણે શાહિદ કપુર સમક્ષ ફિલ્મની સ્ક્રિપ્ટ મુકી છે જે શાહિદને પસંદ પડી છે. તેમજ ફિલ્મ કરવાની હા પણ પાડી છે.  શાહિદ અને રાધાકૃષ્ણન વચ્ચે ઉડતા પંજાબ ફિલ્મ રજુ થઈ ત્યારે બેઠક થઈ હતી. પરંતુ ત્યારે વાત આગળ વધી શકી નહતી. પરંતુ હવે ફિલ્મ ફાઈનલ થઈ ગઈ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.