ઝીરોના બીજા ટીઝરમાં શાહરુખ કરશે સલમાન ખાનને કિસ!

૧ મિનિટ અને ૧૫ સેકન્ડના આ ટીઝરમાં શાહરુખ અને સલમાન બોક્સિંગ રીંગમાં ડાંસ કરતા પણ નજરે પડશે
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 17:54:58 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 17:54:58 +0530

શાનદાર ટીઝર તૈયાર કરાયુ હોવાનો દાવો

આ વર્ષની ઈદ દેશભરના સિનેમા પ્રેમીઓ માટે ખાસ ભેંટ લઈને આવનાર છે. આ દિવસે ન માત્ર એક્શન-થ્રિલરથી ભરપૂર સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ રીલીઝ થશે, પરંતુ દર્શકોને આ ફિલ્મ પહેલા શાહરુખ ખાન સ્ટારર ઝીરોનુ બીજુ ટીઝર પણ જોવા મળશે.

સુત્રોના જણાવ્યા મુજબ ઝીરોના બીજા ટીઝરમાં સલમાન ખાન અને શાહરુખ ખાન બોક્સીંગ રીંગમાં ડાંસ કરતા નજરે પડશે. ટીઝર ૧ મિનિટ ૧૫ સેકન્ડનુ છે અને તેને ખૂબ શાનદાર રીતે બનાવાયુ છે. ટીઝરમાં સલમાન અને શાહરુખ ઉપરાંત ફિલ્મની અભિનેત્રી કેટરીના કૈફ પણ નજરે પડશે.

સુત્રોના જણાવ્યા મુજબ ટીઝરની શરુઆતમાં સલમાન રીંગની એક સાઈડમાં કેજ્યુલ આઉટફિટમાં નજરે પડશે. તો બીજીબાજુ શાહરુખ વાઈટ ટી શર્ટમાં જોવા મળશે, જેના પર કેટરીનાની ફોટો દોરેલી  છે, જે સલમાન પાસે જતો નજરે પડશે અને ત્યારબાદ સલમાન શાહરુખને પોતાના ખોળામાં લઈ લે છે અને શાહરુખ જોરથી સલમાનના ગાલ પર કીસ કરે છે.

ફિલ્મનુ બીજુ ટીઝર ખૂબ જ શાનદાર રીતે તૈયાર કરાયુ હોવાનુ સુત્રો કહી રહ્યા છે. ત્યારે આ ટીઝર દર્શકોને ફિલ્મ રેસ-૩ના શરુ થયા પહેલા થિયેટરોમાં જોવા મળશે.મહત્વનુ છે કે આનંદ એલ રાયના ડાયરેક્શનમાં બનેલ ઝીરો ફિલ્મમાં શાહરુખ, કેટરીના ઉપરાંત અનુષ્કા પણ નજરે પડશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.