આઈટમ સોન્ગ મહિલાના પુરુષ સામે સરેન્ડર સમાન

ફિલ્મની વાર્તાનો ભાગ ન હોવા છતા માત્ર દર્શકોને આકર્ષિત કરવા જબરદસ્તી આઈટમ સોન્ગ નખાય છે
By: admin   PUBLISHED: Tue, 06 Mar 2018 14:09:44 +0530 | UPDATED: Tue, 06 Mar 2018 14:09:44 +0530

અભિનેત્રી સબાના આજમીનુ નિવેદન

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી સબાના આજમીએ ફિલ્મોમાં આઈટમ સોન્ગની ટીકા કરી છે. તેમનુ માનવુ છે કે, આ આઈટમ સોન્ગ એ મહિલાઓના પુરુષ સામે આત્મ સમર્પણનું સચોટ ઉદાહરણ છે. તેમણે જણાવ્યુ હતું કે કેટલાક લોકો માટે આઈટમ સોન્ગ મહિલાઓની સેક્સુઅલીટીનો જશ્ન મનાવવા જેવુ છે પરંતુ મારા માટે તે મહિલાઓના પુરુષ સામે સરેન્ડર સમાન છે. તેમણે જણાવ્યુ હતું કે, આઈટમ સોન્ગ એ ફિલ્મની સ્ક્રિપ્ટનો ભાગ હોતા નથી માત્ર દર્શકોને આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી જબરદસ્તી નાખવામાં આવે છે. જ્યારે એક લિડિંગ અભિનેત્રી એવુ જણાવે છે કે મને આઈટમ સોન્ગથી કોઈ સમસ્યા નથી. ત્યારે મને લાગે છે કે તે અદ્‌ભૂત છે. પરંતુ પોતાની સેક્સુઆલિટીનો જશ્ન મનાવવાના ચક્કરમાં તે વાસ્તવમાં પુરુષો સામે પોતાનુ સરેન્ડર કરી રહી છે.

મહત્વનુ છે કે, આ પહેલા સબાના આજમીએ કરીના કપુરના આઈટમ સોન્ગ ફેવીકોલ સે પર નિશાન સાધ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે જ્યારે ચાર વર્ષની બાળકી આવા અભદ્ર ગીત પર ડાન્સ કરે છે ત્યારે વાસ્તવમાં બાળકોની સેક્સુલાઈજેશનને પ્રોત્સાહન મળી રહ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.