નડાલ સાત વર્ષ બાદ ક્વાર્ટર ફાઈનલમાં

જોકોવિચની આગેકૂચ યથાવત
By: Monika Vyas   PUBLISHED: Tue, 10 Jul 2018 19:20:41 +0530 | UPDATED: Tue, 10 Jul 2018 21:18:35 +0530

લંડન

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ચેક ગણરાજ્યના જિરી વેસ્લેને હરાવી સાત વર્ષ બાદ પ્રથમ વખત વિંબલડન ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વર્ષ ૨૦૧૧માં નડાલે વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમના ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. નડાલે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વેસ્લેને સીધા સેટોમાં ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવ્યો. બીજીબાજુ ત્રણ વખતના ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકોવીચે પણ ક્વાર્ટર ફાઈનલમાં પોતાનુ સ્થાન પાકુ કરી લીધુ છે.

નડાલે વર્ષ ૨૦૧૧માં વિંબલડનની ફાઈનલમાં સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવીચ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.  ત્યારબાદ ૨૦૧૨માં તેણે આ ટૂર્નામેન્ટના બીજા અને ૨૦૧૩માં પ્રથમ તબક્કામાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. નડાલ વર્ષ ૨૦૧૪માં આ ટૂર્નામેન્ટના અંતિમ-૧૬ સુધીની જ સફર કરી શક્યો હતો.

૨૦૧૫માં પણ તેણે બીજા તબક્કામાં હાર મળી અને ૨૦૬માં ઈજાગ્રસ્ત હોવાના કારણે તે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો નહતો. ગત વર્ષે નડાલે પાંચ સેટ સુધી ચાલેલ અંતિમ-૧૬ તબક્કાના મુકાબલામાં લક્જમબર્ગના ખેલાડી જાઈલ્સ મુલર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકોવિચે રશિયાના કારેન કાચાનોવને ૬-૪, ૬-૨, ૬-૨થી હરાવ્યો.  

સરેના 13મી વાર વિમ્બલ્ડન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં, નડાલ-જોકોવિચ અંતિમ 8માં

સાત વખતની ચેમ્પિયન 36 વર્ષની સરેના વિલિયમ્સ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં 13મી વાર પહોંચી છે.સરેનાએ રશિયાની ઇવજેનિયા રોડીનાને સીધા મુકાબલામાં 6-2,6-2થી હાર આપી આસાન વિજય મેળવ્યો હતો.સરેનાનો મુકાબલો હવે ઇટાલીની નંબર 52 કેમિલા જ્યોર્જી સાથે થશે.

સાત વખતની ચેમ્પિયન સેરેના વિલયમ્સ અહીં ૨૦૧૫ અને ૨૦૧૬માં ટાઈટલ જીતી ચુકી છે. તેમજ તે ઓલ ઈંગ્લેન્ડ ક્લબ પર સતત ૧૮ મેચ જીતી ચુકી છે. ગત વખતે તે ગર્ભવતી હોવાના કારણે રમી શકી નહતી. ત્યારે હવે તેમનો સામનો ઈટલીની કૈમિલા જિયોર્જી સામે થશે. જે વિશ્વ રેકીંગમાં ૫૨માં ક્રમાંકે છે. ગાર્બાઈન મુગુરુજા, સિમોના હાલેપ, મારીયા શારાપોવા, પેટ્રા ક્વિટોવા, વીનસ વિલિયમ્સ, કૈરોલિના વોન્જેનીયાકી અને સ્લોએને સ્ટીફેંસ પહેલાથી જ ટૂર્નામેન્માંથી બહાર થઈ ચુકી છે. વિંબલડનના ઈતિહાસમાં પ્રથમ વખત ટોચની ૧૦માંથી કોઈપણ ખેલાડી અંતિમ-૮માં પહોંચી શકી નથી.

બીજી બાજુ રાફેલ નડાલ અને નોવાક જાકોવીચે પણ વિંબલડન ટેનિસ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. દુનિયાના નંબર-૧ ટેનિસ ખેલાડી નડાલે ગૈરવરીય ચેક રિપબ્લીકના જિરી વેસ્લેને ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. ત્યારે હવે તેનો મુકાબલો અર્જેન્ટીનાના જુઆન ડેલ પોટ્રો અથવા ફ્રાંસના જાઈલ્સ સિમોન સામે થશે.

જાકોવીચનો સામનો કેઈ નિશિકોરી સામે થશે. નિશિકોરી ૧૯૯૫માં શુઓ મત્સુઓકા બાદ વિંબલડન અંતિમ-૮માં પ્રવેશ કરનાર પ્રથમ જાપાની ખેલાડી છે

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.