વડાપ્રધાન મોદી ૧૯ મેથી બે દિવસના કાશ્મીર પ્રવાસે

વડાપ્રધાન મોદીના કાશ્મિર પ્રવાસ પહેલા સરહદ ઉપર ઘુષણખોરીના પ્રયત્નો વધ્યા : કાશ્મિર ઘાટીમાં હાઈ એલર્ટ
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 14:22:15 +0530 | UPDATED: Wed, 16 May 2018 14:24:56 +0530

વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

ચાલુ સપ્તાહના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસમા જમ્મુ-કાશ્મિર પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મિર યાત્રા પહેલા સરહદ પારથી ઘુસણખોરીના પ્રયત્નોમાં વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને કાશ્મિરી ઘાટીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

સુરક્ષાદળો ખાસ કરીને કઠુઆ, સાંબા અને જમ્મુ જિલ્લાના હાઈ-વે અને આ હાઈવે પર આવેલ મહત્વના સ્થળો પર બાજ નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત કાશ્મિરમાં અત્યારે કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને બીએસએફની ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ મે નાં રોજ પોતાની બે દિવસીય યાત્રાના ભાગરૂપે કાશ્મિર પહોંચશે. પ્રસ્તાવીત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ મે નાં રોજ શ્રીનગર પહોંચશે. જ્યાં તેઓ ૩૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા કિશનગંગા હાઈડ્રોઈલેક્ટિક પ્રોજેક્ટનુ ઉદ્દઘાટન કરશે. ૧૯ મેનાં રોજ વડાપ્રધાન લેહ જવા માટે રવાના થશે. જ્યાં તેઓ કુશક બકુલાની ૧૦૦મી વર્ષગાંઠ કાર્યક્રમમાં ભાગ લેશે.

૨૦ મેનાં રોજ વડાપ્રધાન જમ્મુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમા ભાગ લેશે. સુરક્ષાદળોના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ કઠુઆ જિલ્લાના તરના અલ્લાહ વિસ્તારમાં આતંકી ગતિવીધીઓમાં વધારો થયો છે. પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાંથી આતંકવાદીઓની ઘુસણખોરીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમમાં ઘુસણખોરીના ચાર પ્રયત્નોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.