કલમ ૩૭૭ વિષય ઉપર ફિલ્મ બને તો કામ કરીશ : આયુષ્માન

સુપ્રીમનો ચુકાદો ખૂબ જ ઐતિહાસિક છે, લોકો સુધી આ અંગે માહિતી પહોંચવી પણ જરુરી : આયુષ્માન
By: admin   PUBLISHED: Wed, 12 Sep 2018 23:33:21 +0530 | UPDATED: Wed, 12 Sep 2018 23:33:21 +0530

વધુ એક રસપ્રદ વિષય પર કરવા માંગે છે ફિલ્મ

બોલીવુડ અભિનેતા આયુષ્માનની ફિલ્મ બધાઈ હોનું ટ્રેલર લોન્ચ થયા બાદ દર્શકો તેને ખૂબ જ પંસદ કરી રહ્યા છે. આ ઉપરાંત તેની અન્ય એક અંધાધુન પણ રીલીઝ થવા જઈ રહી છે, આ બન્ને ફિલ્મનો કનસેપ્ટ અલગ છે.

વિચિત્ર પ્રકારના વિષયો પર કામ કરવા માટે જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના અત્યારે પોતાની ફિલ્મ બધાઈ હોના ટ્રેલર પર મળી રહેલ લોકોની વાહવાહીનો જશ્ન મનાવી રહ્યો છે. ત્યારે તેણે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, તે આગામી સમયમાં એલજીબીટીક્યુ અને કલમ ૩૭૭ વિષય પર ફિલ્મ કરવા માંગશે. જોે આ માટે કોઈ સારી વાર્તા હશે તો હું જરુર કામ કરીશ.

આયુષ્માન ખુરાનાએ જણાવ્યુ કે, મને લાગે છે કે કલમ ૩૭૭ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખરેખર ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણય બહુ પહેલા જ આવી જવો જોઈતો હતો. આ નિર્ણય એ દર્શાવે છે કે આપણે પ્રોગ્રેસિવ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. હજી પણ નાની-નાની કેટલીક લડાઈઓ બાકી છે.હવે સુપ્રીમ કોર્ટે તો પોઝિટિવ નિર્ણય આપ્યો છે, પરંતુ સામાજિક રુપથી આને લોકો કઈ રીતે સ્વીકારે છે તે જોવુ રહેશે. સાથે જ આયુષ્માને જણાવ્યુ કે, આ વિષય પર લોકો સુધી યોગ્ય માહિતી પહોંચવી જરુરી છે, જેથી આ વિષય પર શિક્ષણ આપવુ પડશે. તેમજ આ વિષય પર જો કોઈ ફિલ્મ બનશે તો હું જરુર તેમાં કામ કરીશ.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.