હવે સ્કુલ વર્ધી મારતા વાહનો સામે સરપ્રાઈઝ ચેકિંગ શરુ

વાહનોનુ ફિટનેસ ચેકિંગ હાથ ધરાયુ, કેપિસીટી કરતા વધુ બાળકો બેસાડતા વાહનો સામે કાર્યવાહી
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 12:56:15 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 12:56:15 +0530

આરટીઓએ વહેલી સવારથી શરુ કરી કાર્યવાહી

આજે વહેલી સવારથી જ અમદાવાદમાં આરટીઓની ૧૦ ટીમોએ ટ્રાફિક ડ્રાઈવનુ આયોજન હાથ ધર્યુ હતું. આરટીઓ અને પોલીસના અધિકારીઓ દ્વારા સ્કુલમાં વર્ધીમાં જતા વાહનો એટલે કે સ્કુલ વાન, સ્કુલ રીક્ષા અને સ્કુલ બસની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના ઘાટલોડીયા, સાબરમતી, રાણીપ, ભુયંગદેવ સહિતના વિસ્તારમાં આ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં જે તે વાહનનુ ફિટનેસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. તેમજ વાહનોમાં કેટલા બાળકો કે વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે, વાહનની કેપીસીટી કેટલી છે તે સહિતનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેના પગલે એક સમયે તો સ્કુલ વર્ધી કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બાળકોની સલામતીને લઈને હતો.

મહત્વનુ છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક બન્યુ છે. ત્યારે આજે આરટીઓ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીમાં સ્કુલ વાહનના ફિટનેસ સર્ટિફિકેટ, ગેસકીટ ઉપરાંત તેમની પાસે શાળા માટે વાહન ચલાવવાની મંજુરી છે કે નહીં તે સહિતનુ ચેકિંગ હાથ ધરાયુ છે. કેપિસિટી કરતા વધુ બાળકો બેસાડતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આરટીઓ અધિકારીઓના કહેવા મુજબ, તેમને ફરીયાદ મળી હતી કે વાન કે રીક્ષામાં ચાલકો કેપિસીટી કરતા અને મંજુરી હોય તેના કરતા વધુ બાળકો બેસાડતા હોય છે, જેના પગલે ઘણી વખત આ બાળકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. ત્યારે આજ રોજ આરટીઓ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પહેલા સીએન વિદ્યાલય, માઉન્ટ કાર્મેલ સહિત ૧૨ સ્કુલમાં આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરટીઓની અલગ અલગ ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.