મિનીમમ બેલેન્સના નામે એસબીઆઈએ બંધ કરી દીધા ૪૧ લાખ બચત ખાતા

આરટીઆઈ અરજીમાં થયો ખુલાસો : ગરીબ લોકોને બેંક સિસ્ટમ સાથે જોડવાના અભિયાનને મોટો ઝટકો
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 12:32:58 +0530 | UPDATED: Wed, 14 Mar 2018 22:34:49 +0530

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ એકબાજુ બચત ખાતાઓમાં જરુરી મિનીમમ બેલેન્સ ન રાખવા મામલે લાગતા દંડની રકમમાં ૭૫ ટકા સુધી ઘટાડો કર્યો છે. ત્યારે બીજીબાજુ આરટીઆઈ અંતર્ગત મળેલ માહિતી મુજબ, બેંકે મિનીમમ બેલેન્સ ન રાખવા મુદ્દે ૪૧.૧૬ લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. ગ્રાહકો પાસેથી દંડ વસુલીની જોગવાઈના કારણે વર્તમાન નાણાંકીય વર્ષના શરૂઆતના ૧૦ મહિનામાં બેંકે આ ખાતાઓ બંધ કર્યા છે.

મધ્યપ્રદેશના નિમચ નીવાસી સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડેએ કરેલ આરટીઆઈ અરજીના જવાબમાં આ મુજબનો ખુલાસો થયો છે. જવાબમાં જણાવાયુ છે કે, મિનીમમ બેલેન્સ ન હોવાની સ્થિતિમાં દંડની જોગવાઈના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૧ જાન્યુઆરી સુધી ૧૪.૧૬ લાખ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. દેશના ગરીબ લોકોને પણ બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાની સરકારની મહત્વકાંક્ષી યોજના માટે આ આંકડા મોટા ઝટકા સમાન છે.

અત્યાર સુધી સરકારી બેંકો દ્વારા મિનીમમ બેલેન્સના નામે લેવામાં આવતા દંડને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ વિવાદ તો સાઈડમાં રહ્યો બેંકે તો ખાતા જ બંધ કરી દેવાની શરૂઆત કરી દીધી છે. સામાજિક કાર્યકર્તા ગૌડેનુ કહેવુ છે કે, જો એસબીઆઈએ દંડની રકમ ઘટાડવાનો નિર્ણય સમયસર લીધો હોત તો આજે દેશના ૪૧.૧૬ લાખ બચત ખાતા ધારકોએ પોતાના ખાતથી હાથ ધોવા ન પડતા. તેમજ આ ખાતાધારકોમાં અનેક ગરીબ લોકો પણ છે. જેમને મળતી સરકારી સહાય અને સરકારી યોજનાના લાભ આ ખાતા બંધ થતા અટવાઈ પડ્યા છે. 

ભારે ટીકા થતાં આખરે SBIએ  મીનીમમ બેલેન્સના ચાર્જીસમાં 75% જેટલો ઘટાડો કર્યો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ ગ્રાહકોને મોટી રાહત આપતા મિનીમમ બેલેન્સ ન રાખવા પરના દંડની રકમમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ગ્રાહકોએ હવે પહેલા કરતા ઘણી ઓછી રકમના દંડનો સામનો કરવો પડશે.  આ ઘટાડો ૧ એપ્રિલથી લાગુ થશે. અત્યારે મેટ્રો શહેરમાં  ૩ હજાર સુધીનુ મિનીમમ બેલેન્સ રાખવુ પડે છે. જ્યારે બીજા નાના શહેરોના વિસ્તારમાં ૨ હજાર મિનીમમ બેલેન્સ રાખવુ પડે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ૧ હજારનુ મિનીમમ બેલેન્સ રાખવુ પડે છે.

મેટ્રો શહેરમાં જો તમે ૫૦ ટકાથી ઓછુ મિનીમમ બેલેન્સ રાખો તો ૫૦ રૂપિયા દંડ અને ૫.૪ રૂપિયા જીએસટી ચાર્જ આપવાનો રહે છે. જો કે ૧ એપ્રિલ બાદ ૨૨.૫ રૂપિયા દંડ અને ૪.૦૫ રૂપિયા જીએસટી એટલે કે કુલ ૨૬.૫૫ રૂપિયા ચુકવવા પડશે.

આ ઉપરાંત નાના શહેરી વિસ્તારોમાં મિનીમમ બેલેન્સ ન રાખવા પરની દંડની રકમ ૨૦થી ૫૦ ટકા સુધી ઘટાડવામાં આવી છે. જે બાદ હવે ૫૦ ટકાથી ઓછુ બેલેન્સ રાખવા માટે ૪૦ રૂપિયા દંડથી ઘટાડીને 12 રૂપિયા પ્રતિ માસ અને જીએસટી લાગશે.

 ગ્રામીણ વિસ્તારમાં ૫૦ ટકાથી ઓછુ બેલેન્સ રાખવા પર ૨૦ રૂપિયા દંડ અને જીએસટી લાગશે. આજ રીતે મિનીમમ બેલેન્સનુ પ્રમાણ ઘટતુ જાય છે તેમ દંડની રકમ પણ વધતી જશે. મહત્વનુ છે કે, આ પહેલા એસબીઆઈએ મિનીમમ બેલેન્સની મર્યાદા મેટ્રો શહેરોમાં ૫ હજારથી ઘટાડીને ૩ હજાર કરી હતી. જ્યારે અર્ધશહેરી વિસ્તારમાં ૩ હજારથી ઘટાડી ૨ હજાર કરી હતી.

SBIના નિર્ણયથી 1 એપ્રિલથી બેંકના 25 કરોડ ગ્રહાકોને ફાયદો થશે. આ માટે બેંકનું કહેવું છે કે જુદા જુદા ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 પાછલા 8 મહિનામાં મિનિમમ બેલેન્સ ચાર્જિસ દ્વારા સ્ટેટ બેંકે ગ્રાહકો પાસેથી રુ.1771 કરોડ જેટલી માતબર રકમ વસુલ કરી હતી. દંડ દ્વારા વસૂલવામાં આવેલ આ રકમ બેંકના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરનો કુલ નફો રુ. 1581 કરોડ કરતા પણ વધુ હતી.મીનીમમ બેલન્સ પર આટલો મોટો દંડ વસુલવાના સ્ટેટ બેંકના નિર્ણયની ભારે નિંદા થઇ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.