સાઉદીએ ભારતીય યોગને આપ્યો ‘રમત’નો દરજ્જો

સાઉદીમાં હવે યોગ શીખવાડવા માટે સરકાર પાસેથી લાયસન્સ લઈ શકાશેઃ યોગને મળશે પ્રોત્સાહન
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:03:26 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 21:03:26 +0530

યોગના મહત્વને સાઉદીએ સ્વીકાર્યુ

ભારતની સાથે-સાથે દુનિયાના અન્ય દેશોમાં પણ ધીમે-ધીમે યોગનુ મહત્વ વધી રહ્યુ છે. ભારતમાં કેટલાક લોકો યોગ અને ધર્મને લઈ વિવાદ કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ ઈસ્લામિક દેશ સાઉદી અરબમાં હવે યોગને એક ખેલ તરીકે અધિકારીક માન્યતા મળી ગઈ છે. સાઉદી અરબની ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રીએ સ્પોર્ટસ એક્ટિવિટિઝ તરીકે યોગ શીખવાડવાને મંજુરી આપી દીધી છે. સાઉદી અરબમાં હવે લાઈસન્સ લઈને યોગ શીખવાડી શકાય છે.

રસપ્રદ બાબત એ છે કે, નૌફ મારવાઈ નામની એક મહિલાને સાઉદી અરબની પહેલી યોગ ટીચર તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. યોગને ખેલ તરીકે સાઉદીમાં માન્યતા અપાવવાનુ મોટુ શ્રેય નૌફને જાય છે. નૌફે તેના માટે લાંબા સમયથી અભિયાન ચલાવ્યુ હતું. અરબ યોગા ફાઉન્ડેશનની ફાઉન્ડર નૌફનુ માનવુ છે કે યોગ અને ધર્મની વચ્ચે કોઈ પ્રકારનો સંઘર્ષ નથી.

અરબી યોગાચાર્યના રુપમાં નૌફે વર્ષ ૨૦૧૦માં અરબ યોગ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેણે જેદ્દામાં રીયાદ-ચાઈનીઝ મેડિકલ સેન્ટર ખોલ્યુ છે. જ્યાં આયુર્વેદ અને યોગના માધ્યમથી દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તેનુ માનવુ છે કે યોગને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. ઈસ્લામ ધર્મને લઈને કટ્ટરપંથી વલણ અપનાવાર સાઉદી અરબ હાલ મોટા બદલાવ કરી રહ્યુ છે.

આ પહેલા ૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સાઉદી અરબની વિવિધ ભારતીય સ્કૂલોમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગત દિવસોમાં સાઉદીના શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝના દીકરા અન ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાને સાઉદી અરબને ઉદારવાદી ઈસ્લામ તરફ લઈ જવાનો વાયદો કર્યો હતો. આ હેતુસર ત્યાં મહિલાઓને કાર ચલાવવાનો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.