સાન્યા મલ્હોત્રાએ મુંબઈમાં ખરીદ્યુ ઘર

સાન્યા મલ્હોત્રા લાંબા સમયથી મુંબઈમાં છે
By: admin   PUBLISHED: Wed, 12 Sep 2018 23:36:59 +0530 | UPDATED: Wed, 12 Sep 2018 23:36:59 +0530

મુંબઇ,

બ્લોક બસ્ટર ફિલ્મ દંગલમાં પોતાના અભિનયથી બોલીવુડમાં ઓળખ મેળવનાર સાન્યા મલ્હોત્રા વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખામાં નજરે પડનાર છે. આ ફિલ્મની સાથે જ અત્યારે સાન્યા અન્ય એક કારણને લઈને પણ ખૂબ જ ખુશ છે. આ કારણ છે તેનુ ઘર.  સાન્યા મલ્હોત્રા લાંબા સમયથી મુંબઈમાં છે. તેણે સ્ટ્રગલના દિવસોમાં લાંબો સમય ભાડાના મકાનમાં વિતાવ્યો છે. પરંતુ હવે તેણે મુંબઈમાં પોતાની કમાણીથી ઘર ખરીદ્યુ છે.

સાન્યાએ જણાવ્યુ કે, મારા માતા-પિતા ઘણી વખત મારી સાથે રહેવા મુંબઈ આવે છે. પરંતુ મને સારુ નહતુ લાગતુ કે હું તેમને એક ભાડાના મકાનમાં રાખતી હતી અને ત્યાં તેમને ઘણી અગવડ પડતી હતી. જેથી આખરે મેં મારી કમાણીથી એક ઘર લીધુ છે, જેથી તેઓ હવે આરામથી અહીં રહી શકશે. હવે દર વર્ષે ઘર બદલવાની માથાકૂટમાંથી છૂટકારો મળ્યો છે. મહત્વનુ છે કે, સાન્યા આયુષ્માન ખુરાના સાથે બધાઈ હો ફિલ્મમાં પણ નજરે પડનાર છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.