આગામી વર્ષ સુધીમાં મુન્નાભાઈ-૩ બની જશે

મુન્નાભાઈ સીરીઝની આગામી કડી અંગે અત્યારે સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 17:43:07 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 17:43:07 +0530

મુંબઈ,

બોલીવુડ અભિનેતા સંજય દત્તનું કહેવુ છે કે, અમારી હિટ સીરીઝ મુન્નાભાઈની હવે પછીની કડી માટેની સ્ક્રિપ્ટ અત્યારે લખાઈ રહી છે.  જોકે એ વાત સાચી છે કે મુન્નાભાઈ ચલે અમેરિકા જેવી તેની કોઈ સ્ટોરીલાઈન નથી. તાજેતરમાં જ પોતાની કમબેક ફિલ્મ ભૂમિ પૂર્ણ કર્યા બાદ સંજય દત્તે નવા પ્રોજેક્ટ અંગે માહિતી આપી છે. ૨૦૧૬ના ફેબ્રુઆરીમાં પૂણેની યરવાડા જેલમાંથી છૂટ્યા બાદ તેની પ્રથમ ફિલ્મ ભૂમિ એ પિતા-પુત્રીના સંબંધ પર આધારીત છે.

આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પૂછવામાં આવ્યુ હતું કે તમારી મુન્નાભાઈની સીરીઝની હવે પછીની ફિલ્મ અંગે શું કહેશો? તો સંજય દત્તે જણાવ્યુ કે મુન્નાભાઈ સીરીઝની આગામી કડી અંગે અત્યારે સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. જોકે આ અંગે અત્યારે કંઈ કહેવુ વહેલુ હશે.  મને લાગે છે કે આગામી વર્ષના અંત સુધીમાં આ ફિલ્મ તૈયારી કરી લેવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.