એક કા ડબલ કેસમાં સમૃદ્ધ કંપની સામે રાજ્યવ્યાપી દરોડા

ગુજરાતમાં ૩ હજારથી વધુ એજન્ટો ઉભા કરી લોકોને ડબલ નાણાંની લાલચ આપીને આચરી હતી છેતરપીંડી
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 21:30:54 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 21:30:54 +0530

સીઆઈડી ક્રાઈમ કરી રહી છે તપાસ

રાજકોટમાં વધુ એક મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં કૃષિ મંત્રાલય હેઠળ રજીસ્ટર થયેલ સમૃદ્ધ જીવન ઈન્ડિયા ક્રેડિટ સોસાયટી લિમિટેડ નામની કંપની વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે. શહેરમાં ગ્રાહકોને રોકાણ કરવાની લાલચ આપીને ૫૦૦થી વધુ લોકો સાથે કુલ ૩૫ કરોડથી વધુ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરીયાદ ઉઠતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ સમગ્ર દેશમાં કુલ ૪૭૦૦ કરોડથી વધઉનુ કૌભાંડ થયુ હોવાના આક્ષેપ પણ ઉઠવા પામ્યા છે. હાલ સીઆઈડી દ્વારા આ મામલે રાજ્યમાં આવેલ કંપનીની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજાબ વર્ષ ૨૦૦૩માં કૃષિ મંત્રાલય હેઠળ સમૃદ્ધ જીવન ઈન્ડિયા ક્રેડિટ સોસાયટી લિમિટેડ નામની કંપનીનુ પુના ખાતે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ પર્પઝ સોસાયટીનુ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતું. કંપની દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ઓફિસો ખોલવામાં આવી હતી અને નાણાં ડબલ કરવાની લાલચ આપીને ફીક્સ ડિપોઝિટ કરાવતા હતા. અચાનક કંપનીના ચેરમેન અને ડાયરેક્ટરો ઓફિસો બંધ કરી ફરાર થઈ જતા સુરત, વડોદરા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.  બનાવની ગંભીરતાને જોતા સીઆઈડી ક્રાઈમ દ્વારા કંપનીના રાજ્યભરના વિવિધ શહેરોમાં સ્થિત તેની ઓફિસ પર તપાસ શરુ કરવામાં આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.